AMC/ શહેરીજનોની ફરિયાદ બાદ મ્યુનિ. ફૂડ વિભાગના અધિકારીઓ જાગ્યા

કોઈ તપાસ અને કડક કાર્યવાહી થતી નથી

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 30T195741.447 શહેરીજનોની ફરિયાદ બાદ મ્યુનિ. ફૂડ વિભાગના અધિકારીઓ જાગ્યા
Ahmedabad News ;  રેસ્ટોરન્ટ- ફૂડ કોર્ટ અને વિવિધ ખાણી-પીણીની ચીજ વસ્તુઓ દિન-પ્રતિદિન અખાદ્ય મળી આવી રહી છે. અમદાવાદ શહેરમાં ખાવાલાયક ફૂડ મળી રહ્યું નથી. નિકોલમાં અબજીબાપા શાલીગ્રામ સર્કલ પાસે આવેલી ભૈરવનાથ ભાજીપાવ અને જોધપુરમાં જય અંબે કાઠીયાવાડી ઢાબા એન્ડ પાન પાર્લરનું બટર, એલિસબ્રિજનું ધ હેરિટેજ કિચનની ચટણી અને મેઘાણીનગરમાંમા લક્ષ્મી કિરાણા સ્ટોરનું સિંગતેલ ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે. નાગરિકોની ફરિયાદ બાદ જાગેલા ફૂડ વિભાગની ટીમે વિવિધ જગ્યાએ ચેકિંગ કરી ત્રણ જગ્યાને સીલ કરી છે.
એએમસીના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમુના લેવામાં આવતા હોય છે.
છેલ્લા એક અઠવાડિયામાં 23 જૂનથી 29 જૂન સુધીમાં 468 ખાદ્ય એકમોની તપાસ કરી હતી. બટર-ચીઝના 4, ખાદ્ય તેલ અને નમકીનના 4-4, બેકરી પ્રોડક્ટસના 4, અથાણા અને બેસનના 1-1, મસાલાના 6 અને અન્ય 58 એમ કુલ 82 નમૂના લેવામાં આવ્યા છે. 151 જગ્યાને નોટિસ આપી છે. 368 કિલો અને 375 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નિકાલ કર્યો છે. રૂ. 4.47 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.
શહેરમાં ખાણી-પીણીની ચીજ વસ્તુઓમાં જીવજંતુઓ વગેરે નીકળતું હોવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીના આગેવાનીમાં કોર્ટ- રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ કોર્પોરેશનના ફૂડ વિભાગે ચેકિંગ કરી સ્વચ્છતા છે કે કેમ? તેની તપાસ કરવાની હોય છે, પરંતુ આવી કોઈ તપાસ અને કડક કાર્યવાહી થતી નથી. વિવિધ વોર્ડના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા કોઈપણ હોટલ-રેસ્ટોરન્ટમાં જઈને યોગ્ય તપાસ જ કરવામાં આવતી નથી. જ્યારે નાગરિકો ફરિયાદ કરે અને સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થાય ત્યારબાદ ફૂડ વિભાગ કામગીરી કરે છે. ભાજપના ફૂડ વિભાગના ચેરમેન પણ આ મામલે ધ્યાન આપી અધિકારીને કડક સૂચના આપી નથી.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Zomatoમાંથી મંગાવ્યું વેજ અને મળ્યું નોન-વેજ….

આ પણ વાંચો:ગુજરાતમાં ભારે ગરમી બાદ સાર્વત્રિક વરસાદ

આ પણ વાંચો:અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો:વલસાડમાં ભાઈ-બહેન સહિત ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત