Politics/ ભાજપ MLA ને જયરાજસિંહે લખ્યો ખુલ્લો પત્ર, ઇન્જેક્શનની ખરીદી જેવા અલગ-અલગ મુદ્દે માંગ્યો ખુલાસો

હાલમાં ગુજરાતમાં કોરોનાનાં કારણે સ્થિતિ બેકાબુ બની છે. સતત વધતા કેસનાં કારણે હોસ્પિટલોમાં ભીડ ઉમટી પડી છે. હોસ્પિટલમાં બેડ્સ, ઇન્જેક્શન ખૂટી પડ્યા છે….

Top Stories Trending
mmata 26 ભાજપ MLA ને જયરાજસિંહે લખ્યો ખુલ્લો પત્ર, ઇન્જેક્શનની ખરીદી જેવા અલગ-અલગ મુદ્દે માંગ્યો ખુલાસો
  • કોંગ્રેસ નેતાએ ભાજપ MLA હર્ષ સંઘવીને લખ્યો પત્ર
  • જયરાજસિંહે સુરતના ધારાસભ્યને લખ્યો ખુલ્લો પત્ર
  • કોંગ્રેસે 5000 ઇંજેક્શન ખરીદી મુદ્દે માંગ્યો ખુલાસો
  • ઇન્જેક્શન આપનાર મિત્રોના નામ જાહેર કરવા માંગ
  • ઇન્જેક્શન લખનાર ડોકટરોના નામ જાહેર કરવા માંગ
  • ઇન્જેક્શન ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા?
  • ઇન્જેક્શન રોકડથી ખરીદ્યા કે ચેક થી?

હાલમાં ગુજરાતમાં કોરોનાનાં કારણે સ્થિતિ બેકાબુ બની છે. સતત વધતા કેસનાં કારણે હોસ્પિટલોમાં ભીડ ઉમટી પડી છે. હોસ્પિટલમાં બેડ્સ, ઇન્જેક્શન ખૂટી પડ્યા છે, ત્યારે આ સમયે કોંગ્રેસનાં નેતાએ ભાજપ MLA હર્ષ સંઘવીને ઓપન લેટર લખ્યો છે, જેમા 5 હજાર ઇન્જેક્શનની ખરીદી મુદ્દે ખુલાસો માંગ્યો છે.

અમદાવાદ / ઝાયડસ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇન

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ચો તરફ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને હાલમાં હોસ્પિટલમાં રેમેડેસિવિર ઇન્જેક્શનની ઘટ પડી ગઇ છે. આ ઇન્જેક્શનને મેળવવા માટે લોકો ખૂબ દોડી રહ્યા છે, ઘણાા નસીબદાર છે કે જેમને આ ઇન્જેક્શન મળી જાય છે તો ઘણા એવા પણ છે કે, જેઓ આ ઇન્જેક્શન ન મળતા ખૂબ હેરાન પરેશાન થઇ રહ્યા છે. વળી આ વચ્ચે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જયરાજસિંહે ભાજપ ધારાસભ્ય હર્ષ સંઘવીને ઓપન લેટર લખ્યો છે, જેમા તેમણે રેમેડેસિવિર ઇન્જેક્શનની ખરીદી મુદ્દે ખુલાસો કરવાની માંગ કરી છે. વિશેષમાં તેમણે આ ઇન્જેક્શન આપનાર મિત્રોનાં નામ, આ ઇન્જેક્શન લખનાર ડોક્ટરનું નામ, ખરીદવાનાં પૈસા ક્યાંથી આવ્યા અને તેની રોકડથી કે ચેકથી ખરીદી કરી આવી અલગ-અલગ સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.

અમદાવાદ / ઝાયડસ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇન

હાલમાં કોરોનાનાં કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે. ત્યારે રેમેડેસિવિર ઇન્જેક્શન સંજવનીનું કામ કરી રહી હોય તેવી લોકોમાં ભારે ચર્ચા થઇ રહી છે. આ જ કારણ છે કે હાલમાં આ ઇન્જેક્શન મેળવવા માટે લોકોએ ધસારો કર્યો છે. આજે સવરાથી જ ઝાયડસ હોસ્પિટલ કે જ્યા આ ઇન્જેક્શન મળે છે ત્યા સવારથી લોકોની લાંબી કતાાર જોવા મળી રહી છે, ત્યાારે આવા સંજોગોમાં ભાજપ તરફથી જાહેરાત કરવામાંં આવી છે કે, સુરત ખાતેથી જ્યા ભાજપનું કાર્યાલય છે ત્યા રેમેડેસિવિર ઇન્જેક્શન છે અને આ ઇન્જેક્શન લોકોને મફતમાં આપવામા આવશે. આ જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ હવે હરકતમાં આવી ગઇ છે. અને તેણે આ મુદ્દે પોતાનો સખત વિરોધ દર્શાવ્યો છે. લોકો એક તરફ લાંબી લાઇનોમાં આખો દિવસ ઉભા રહીને આ ઇન્જેક્સન મેળવી રહ્યા છે, ત્યારે આ ઇન્જેેક્શન ભાજપ પાસે ક્યાથી આવ્યા તેવો સીધો સવાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ