Not Set/ ચૂંટણી બાદ ફરી એકવાર સુરતમાં કોરોનાએ મચાવ્યો તાંડવ, તંત્ર એલર્ટ મોડ પર

કોરોના સંક્રમણમાં ઝડપી વધારા સાથે ફરી એક વખત કોરોનાએ તાંડવ મચાવ્યું છે ત્યારે સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર કોરોના વકર્યો છે. એક જ દિવસમાં સુરત શહેરમાં 68 અને જિલ્લામાં નવા 6 પોઝિટિવ કેસ એમ ટોટલ 74 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gujarat Surat
corona ચૂંટણી બાદ ફરી એકવાર સુરતમાં કોરોનાએ મચાવ્યો તાંડવ, તંત્ર એલર્ટ મોડ પર

@રિધ્ધિ  પટેલ 

કોરોના સંક્રમણમાં ઝડપી વધારા સાથે ફરી એક વખત કોરોનાએ તાંડવ મચાવ્યું છે ત્યારે સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર કોરોના વકર્યો છે. એક જ દિવસમાં સુરત શહેરમાં 68 અને જિલ્લામાં નવા 6 પોઝિટિવ કેસ એમ ટોટલ 74 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતની હાલની સ્થિતિની વાત કરીએ તો સુરતમાં કોરોનાના 452 એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાના કેસ વધતા તંત્ર પણ એલર્ટ થયું છે.

બહારગામથી આવતા લોકોનું કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યું છે તો શહેરના પ્રવેશ દ્વાર અને એસટી ડેપો પર ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. ચુંટણી બાદ વધી રહેલા કોરોના કેસને લઈને તંત્ર સજાગ બન્યું છે અને તમામ લોકોને માસ્ક પહેરવા, સોસીયલ ડિસ્ટન્સ અને કોરોના સામેની અનેક તકેદારીઓ રાખવા અપીલ કરવામાં આવી છે.

તો બીજી તરફ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત આ ચાર મહાનગરોમાં વધતા કોરોના સંક્રમણને લઈ કર્ફ્યુની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે. રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોનાના કેસ ઘટીને 200 સુધી આવી ગયા હતાં. પરંતુ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા જો કે આ રાકીય નેતાઓ દ્વારા કોઈ પણ નિયમોનું પાલન કરવામાં આવ્યું ણ હતું અને એટલે જ ક્યાય્ક ને ક્યાંક કોરોનાનું સંક્રમણે ઉથલો માર્યો છે.

રાજ્યમાં કોરોનાએ ફરી એક વખત તાંડવ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાત્રી કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરત શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને કોરોનાને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે.