ગુજરાત/ પાવગઢમાં થયેલી ઘટનાઓ બાદ વિશાળ પ્રવેશદ્વારને પણ કરાયું દૂર, પ્રશ્ન યથાવત કે, ઇજારદાર ચહેરાઓ સામે..

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ(માંચી) ખાતે ચાચર ચોકમાં બનાવવામાં આવેલ કલાત્મક પ્રવેશદ્વારને પણ જમીનદોસ્ત કરીને અવશેષોને સ્થળ ઉપરથી દુર કર્યા.!!

Gujarat Others
Untitled 72 2 પાવગઢમાં થયેલી ઘટનાઓ બાદ વિશાળ પ્રવેશદ્વારને પણ કરાયું દૂર, પ્રશ્ન યથાવત કે, ઇજારદાર ચહેરાઓ સામે..

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ (માંચી)ના ચાચર ચોકમાં બનાવવામાં આવેલ રેનબસેરાની મઢૂલીઓ ધરાશાયી થવાની દુર્ઘટનાને લઈને તમામ વિસામાઓની મઢૂંલીઓ રાતોરાત દૂર કરાયા બાદ આજરોજ ચાચર ચોકમાં પથ્થરની શિલાઓ માંથી તૈયાર કરાયેલા કલાત્મક પ્રવેશદ્વારને પણ ઈજારદાર એજન્સી દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જમીનદોસ્ત જેવી કામગીરીઓ સાથે આ વિશાળ પ્રવેશદ્વારના બાંધકામની પથ્થરની શિલાઓ દૂર કરવામાં આવી હતી.

આજ બતાવે છે કે લાખ્ખો શ્રધ્ધાળુઓથી છલકાતા યાત્રાધામ પાવાગઢના માંચી ડુંગર ખાતે ચાચર ચોકમાં શ્રધ્ધાળુઓના વિસામા માટે સુશોભનના બનાવવામાં આવેલ વિશાળ પ્રવેશદ્વારની કામગીરીઓ તકલાદી હોવી જોઈએ અને ક્યાંક વધુ દુર્ઘટના સર્જાય આ પહેલા લાખ્ખો રૂપિયાના ખર્ચાઓ સાથે ચાચર ચોકમાં પથ્થરોની શિલાઓ માંથી બનાવવામાં આવેલ વિસામાઓની મઢૂંલીઓ અને પ્રવેશદ્વારના ગેટને સ્થળ ઉપરથી તાત્કાલિક અસરોથી ઉતારીને દૂર કરોના પ્રભાવશાળી સાંકેતિક સંદેશને તાબે થઈને ઈજારદાર એજન્સીના ચહેરાઓ આજરોજ હિટાચી મશીન, જે.સી.બી. અને ટ્રેક્ટરોને લઈને ધંધે લાગ્યા હતા અને ૬ મહિના પૂર્વે જ બનાવવામાં આવેલા આ વિશાળ પ્રવેશદ્વારને પણ જમીનદોસ્ત કરીને પથ્થરોનો કાટમાળ તાત્કાલિક અસરોથી સ્થળ ઉપરથી દૂર કર્યો હતો.

યાત્રાધામ પાવાગઢ (માંચી) ડુંગર ઉપર એક શ્રધ્ધાળુ મહિલાના મોત અને અન્ય શ્રધ્ધાળુઓ અને કામદારોને લોહી લુહાણ કરી દેવાના બે વિસામાઓની મઢૂંલીઓ ધરાશાયી થવાના આ દુર્ઘટનાના બનાવમાં વગદાર ઈજારદાર એજન્સી કે.સી.પટેલ એન્ડ કંપનીની બેદરકારભરી કામગીરીઓનો તપાસ અહેવાલ તૈયાર થાય આ પૂર્વે જ લાખ્ખો રૂપિયાના ખર્ચે ચાચર ચોકમાં બનાવવામાં આવેલ કલાત્મક મઢૂંલીઓ અને વિશાળ પ્રવેશદ્વારના બાંધકામને પણ તાત્કાલિક અસરોથી દૂર કરાવીને હવે શ્રધ્ધાળુઓની સલામતીઓ અને સુરક્ષાઓના ગુણગાનો ઈજારદાર ચહેરાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.!!

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર