Vadodara news/ વડોદરામાં અમદાવાદના વેપારીનો આપઘાત

વડોદરામાં અમદાવાદના વેપારીએ આપઘાત કર્યો છે. કોરોનાના કારણે પાયમાલ થઈ જવાના પગલે તેણે આત્મહત્યા કરી છે. અમદાવાદના વેપારીએ વડોદરાની તુલીપ હોટેલમાં આત્મહત્યા કરી હતી.

Gujarat Vadodara Breaking News
Beginners guide to 51 1 વડોદરામાં અમદાવાદના વેપારીનો આપઘાત

વડોદરાઃ વડોદરામાં અમદાવાદના વેપારીએ આપઘાત (Suicide) કર્યો છે. કોરોનાના કારણે પાયમાલ થઈ જવાના પગલે તેણે આત્મહત્યા કરી છે. અમદાવાદના વેપારીએ વડોદરાની તુલીપ હોટેલમાં આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારા વેપારી અમદાવાદમાં બોપલ વિસ્તારમાં રહેતા હતા. વેપારીએ આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી.

બોપલમાં હાર્મની એવલ વૂડલ ટાઉનશિપમાં રહેતા મહાવીરસિંહ સરવૈયાએ વડોદરાની હોટેલમાં આત્મહત્યા કરી હતી. મહાવીરસિંહ સરવૈયા 21 મેના રોજ તુલીપ હોટેલમાં 106 નંબરના રૂમમાં રોકાયા હતા. મહાવીરસિંહ સરવૈયાએ 10 પાનાની સ્યુસાઇડ નોટ લખીને હોટેલના રૂમમાં પંખાના હૂક પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

હોટેલના કર્મચારીઓએ દરવાજો ખખડાવતા અંદરથી દરવાજો ન ખૂલતા મેનેજર રોહિતભાઈ પટેલે મંજુસર પોલીસને જાણ કરી હતી. સુસાઇડ નોટમાં તેઓએ પુત્રનું સંબોધન કરતાં લખ્યું હતું કે બહેન અને મમ્મીનું ધ્યાન રાખજે અને તારુ આઇપીએસ બનવાનું સપનું પૂરું કરજે. પ્રાથમિક તારણ મુજબ ધંધાકીય નિષ્ફળતાના પગલે વેપારીએ આત્મહત્યા કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આજે પણ રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: ગુજરાત યુનિ.માં આ વખતે પ્રવેશ વખતે થશે ધાંધિયા, વિદ્યાર્થીઓ હેરાનગતિની તૈયારી રાખે

આ પણ વાંચો: ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જુન સુધી લંબાવાઈ

આ પણ વાંચો: ધોમધખતા તાપની અસર બ્લડ બેન્કો પર પણ વર્તાઈ, લોહીનો પુરવઠો ‘સૂકાયો’