અમદાવાદ/ જાહેરમાં હાથમાં બંદુક લહેરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

એક યુવક કાર ચલાવતા ચલાવતા બંદુક દેખાડી રહ્યો છે અને તેની સામે ચાલતી કારમાંથી કોઈ વીડિયો બનાવી રહ્યું છે.

Ahmedabad Top Stories Gujarat
dharm 6 જાહેરમાં હાથમાં બંદુક લહેરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

રાજ ગયું ને રજવાડા રહ્યા જેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે. મોજ શોખ અને વાત મારવા માટે આજની યુવા પેઢી જરા પણ પાછુ વળી ને જોતી નથી. અને વળી તેમાય  કબીરસિંઘ જેવી મુવી  છેલ બટાઉ યુવાઓને પ્રોત્સાહન પૂરું પડી રહી હોય તેમ જાહેરમા તલવાર વડે  કેક કાપવી,બંદુક થી ફાયરીંગ  કરવું કે પછી હાથમાં બંદુક લઈને ફોટા વાયરલ કરવા એ આજના યુવાઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ આના પરિણામ વિષે તેઓ ક્યારે ગંભીરતાથી નોધ નથી લેતા.

રોડ અકસ્માત / દર્શન કરીને પરત આવતા પરીવારના ચાર સભ્યોનું લખતર પાસે અકસ્માત…

ગમખ્વાર અકસ્માત / વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 2 બાળક સહિત 9ના મોત…

હાલમાં જ અમદાવાદમાં જાણે કે પોલીસનો ડર જ નાં હોય તેમ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક યુવક કાર ચલાવતા ચલાવતા બંદુક દેખાડી રહ્યો છે અને તેની સામે ચાલતી કારમાંથી કોઈ વીડિયો બનાવી રહ્યું છે. આ વીડિયો એસજી હાઈવે પરના ઈસ્કોન ચાર રસ્તા બ્રિજ પરનો છે. આ યુવક કોણ છે તે તપાસનો વિષય છે.