Not Set/ અમદાવાદ/  H.K કોલેજ બે જુદી જુદી ઘટનામાં ચર્ચાના ચકડોળે, એક બાજુ છેડતી, તો બીજી બાજુ પ્રશાસન વિરુદ્ધ સુત્રોચાર

એક સમયે અમદાવાદના હાર્દ સમાં ગણાતા આશ્રમ રોડ પર આવેલી HK કોલેજ આજે બે જુદા જુદા બનાવોને લઈને ચર્ચાના ચકડોળે ચઢી છે.  એક બાજુ કોલેજમાં યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે તો બીજી બાજુ BBA કોલેજના પ્રાધ્યાપકની દમન કારી નીતિનો વિધાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કોલેજ કેમ્પસમાં યુવતીની ચેદ્તીને લઈને મામલો બીચકયો […]

Ahmedabad Gujarat
Untitled 91 અમદાવાદ/  H.K કોલેજ બે જુદી જુદી ઘટનામાં ચર્ચાના ચકડોળે, એક બાજુ છેડતી, તો બીજી બાજુ પ્રશાસન વિરુદ્ધ સુત્રોચાર

એક સમયે અમદાવાદના હાર્દ સમાં ગણાતા આશ્રમ રોડ પર આવેલી HK કોલેજ આજે બે જુદા જુદા બનાવોને લઈને ચર્ચાના ચકડોળે ચઢી છે.  એક બાજુ કોલેજમાં યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે તો બીજી બાજુ BBA કોલેજના પ્રાધ્યાપકની દમન કારી નીતિનો વિધાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોલેજ કેમ્પસમાં યુવતીની ચેદ્તીને લઈને મામલો બીચકયો છે. અને વિધાર્થીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. જેને લઈને કોલેજ પ્રશાસન અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો છે. જે લઈને કોલેજ કેમ્પસમાં પોલીસ બોલાવવાની ફરજ પડી છે. આ ઘટના ને લઈને નવરંગપુરા પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોચી છે.

તો બીજી ઘટનામાં શહેરની એચ.કે કોલજ ખાતે NSUI ના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તાઓ અને કોલજના વિદ્યાર્થીઓ એચ.કે કોલેજના BBA ડિપાર્ટમેન્ટની શિક્ષિકા શિલ્પા શાહ વિરુદ્ધ નારે બાજી કરી અને શિક્ષિકા રાજીનામુ આપે તેવી માંગ કરી હતી. શિક્ષિકાએ વિદ્યાર્થીઓ ઉપર ખોટો પોલીસ કેસ કર્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સાથેજ શિક્ષિકાએ અમુક વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને તે વિદ્યાર્થીના આઈ કાર્ડ જમા કરી લીધા છે.

ત્યારે વિદ્યાર્થીઓ એ પોતાનો વિરોધ દર્શાવીને કોલેજના સંચાલક ને રજુઆત કરી છે. જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવાસાઓમાં વિદ્યાર્થીઓ કોલેજની બહાર સૂત્રોચાર સાથે ધારણા પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.