Not Set/ અમદાવાદ/ ગેરકાયદેસર હોર્ડિંગ ઉડીને બાઇક પર આવતા રાહદારીનું મોત

ગુજરાતનાં મેગાસીટી અને હવે તો જેની ગણના દેશનાં મેટ્રો સીટીમાં થાય છે તે અમદાવાદ, આમતો ગણના માટે જ મેટ્રો ગણાતું હોય તેવુ પ્રતિત થાય છે. જી હા આ વાતને યથાર્થ કરતો કિસ્સો સામે આવ્યો અને ઘટનામાં AMC અને તેના અણધણ વહીવટને કારણે એક રાહદારીનો વિના કોઇ વાંક ભોગ લેવાયો છે. ઉદ્યોગ, સ્વાશ્રય અને સેવા જેનો […]

Ahmedabad Gujarat
WhatsApp Image 2019 11 15 at 9.24.40 PM અમદાવાદ/ ગેરકાયદેસર હોર્ડિંગ ઉડીને બાઇક પર આવતા રાહદારીનું મોત

ગુજરાતનાં મેગાસીટી અને હવે તો જેની ગણના દેશનાં મેટ્રો સીટીમાં થાય છે તે અમદાવાદ, આમતો ગણના માટે જ મેટ્રો ગણાતું હોય તેવુ પ્રતિત થાય છે. જી હા આ વાતને યથાર્થ કરતો કિસ્સો સામે આવ્યો અને ઘટનામાં AMC અને તેના અણધણ વહીવટને કારણે એક રાહદારીનો વિના કોઇ વાંક ભોગ લેવાયો છે.

AMC logo અમદાવાદ/ ગેરકાયદેસર હોર્ડિંગ ઉડીને બાઇક પર આવતા રાહદારીનું મોત

ઉદ્યોગ, સ્વાશ્રય અને સેવા જેનો ઉદ્દેશ છે અને તેના નગર ચિન્હમાં પણ જે અંંકીત છે, તેવા અમદાવાદ શહેરમાં AMCનાં કારણે ગેરકાયદેસર લાગેલા જાહેરાતના હોર્ડિગ્સ અને બોર્ડ તમારો જીવ લઈ શકે છે. અને આવી જ ઘટના બની પણ છે. અમદાવાદનાં જશોદાનગર બ્રિજ પર લાગેલા હોર્ડિંગના કારણે જશોદાનગરમાં રહેતા એક વ્યક્તિનુ મોત થયું છે.

નિર્દોશ નાગરિક પોતાનાં પુત્રને મૂકીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે જ બ્રિજ પર લાગેલું હોર્ડિંગ ઉડીને બાઇક પર આવતા બાઇક સ્લીપ ખાઇ ગયું અને બાઇક ચાલક પિતાને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત નિર્દોશ રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમા કહેવુ ઘટે કે ક્યાં છે. સ્વાશ્રય અને સેવા.  વારંવાર શહેરના અનેક બ્રિજો પર થાંભલાઓ અને તેમજ સરકારી મિલ્કતો પર આવા અનેક ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બોર્ડ લાગેલા જોવામાં આવે છે ત્યારે સામાન્ય નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું કરે છે સરકારી તંત્ર? આવા લોકો સામે કડક કાર્યવાહી કેમ કરતું નથી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.