અમદાવાદ/ હાટકેશ્વર બ્રિજ તોડવા માટે પણ ટેન્ડર..!

‘હાટકેશ્વર બ્રિજ તોડી નાંખવામાં આવશે અને બ્રિજ તોડીને નવો બનાવવા માટે ટેન્ટર પ્રકિયા હાથ ધરવામાં આવશે.’

Ahmedabad Top Stories Gujarat
Mantavyanews 36 2 હાટકેશ્વર બ્રિજ તોડવા માટે પણ ટેન્ડર..!

@મેહુલ દુધરેજીયા 

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે સામાન્ય સભા મળી હતી. જેમાં શહેરના બ્રિજનો મુદ્દે ફરી ચર્ચામાં આવ્યો હતો કોંગ્રેસના દંડક જગદીશ રાઠોડે આ મુદ્દો ઉઠવ્યો હતો.

હાટકેશ્વર બ્રિજને લઈને થયેલા ભષ્ટાચારના મામલે કોર્પોરેશનને ઘેરવાનો પ્રયાસ કયો હતો, જગદીશ રાઠોડે કમિશનર એમ. થેન્નારસને સવાલ પૂછતાં કહ્યું હતું કે, આ જર્જરિત બ્રિજને ક્યારે તોડવામાં આવશે તેની તારીખ જણાવો, જે બાદ કમિશનર એમ. થેન્નારસએ જણાવ્યું કે, આગામી ત્રણ કે ચાર દિવસમાં આ મામલે નિર્ણય લેવાશે.

બ્રિજ તોડવા માટે નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે એન નવો બ્રીજ બનવા માટે પણ ટેન્ડર બહાર પાડવામાં આવશે. પરંતુ કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી.

હાટકેશ્વર બ્રિજનું કામ વર્ષ 2015માં શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. 30 નવેમ્બર, 2017ના રોજ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 50 વર્ષ સુધી બ્રિજનું સ્ટ્રક્ચર ટકી રહે તેવી રીતે નિર્માણનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે બ્રિજ બન્યા બાદ સૌ પ્રથમ વખત માર્ચ 2021માં તેમાં ગાબડું પડ્યુ હતુ. અત્યાર સુધીમાં કુલ 5 વખત ગાબડાં પડ્યા છે. જો કે ઓગસ્ટ 2022માં સલામતીને ધ્યાને રાખી બ્રિજ બંધ કરાયો હતો.


આ પણ વાંચો:દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ

આ પણ વાંચો:બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું