Not Set/ હાર્દિક સાથેના મતભેદ દૂર કરીશ, દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા

અમદાવાદ, દિનેશ બાંભણિયા સેસન્સ કોર્ટમાં હાજર ન રહેતા તેમના સામે બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરતા ક્રાઈમ બ્રાંચ દ્વારા દિનેશ બાંભણિયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાંભણિયા દ્વારા કોર્ટમાં વોરંટ રદ કરવાની અરજી કરતા કોર્ટે તેને માન્ય રાખી તેમને જામીન આપ્યા હતા. ત્યાર બાદ દિનેશ બાંભણિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા સરકાર પર પ્રહારો કર્યા હતા અને […]

Ahmedabad Gujarat Videos
mantavya 119 હાર્દિક સાથેના મતભેદ દૂર કરીશ, દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા

અમદાવાદ,

દિનેશ બાંભણિયા સેસન્સ કોર્ટમાં હાજર ન રહેતા તેમના સામે બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરતા ક્રાઈમ બ્રાંચ દ્વારા દિનેશ બાંભણિયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાંભણિયા દ્વારા કોર્ટમાં વોરંટ રદ કરવાની અરજી કરતા કોર્ટે તેને માન્ય રાખી તેમને જામીન આપ્યા હતા. ત્યાર બાદ દિનેશ બાંભણિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા સરકાર પર પ્રહારો કર્યા હતા અને હવે સૌ સાથે મળીને લઢીશું તેવી વાત કરી હતી.

25મી ઓગસ્ટ, 2015ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રેલી બાદ ફાટી નીકળેલા તોફાનો અંગે સરકારે પાસ કન્વિનર હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો કેસ કર્યો હતો.

આ કેસમાં આજે સેશન કોર્ટે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ કર્યા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ 18 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેના આધારે ચાર્જફ્રેમ કરાયા છે.