ગુજરાત/ અમદાવાદ: શારદાબેન હોસ્પિટલનો વિડીયો વાયરલ, સુવિધાનો અભાવ

શારદાબેન હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો. હોસ્પિટલમાં  પંખા ના હોવાથી બાળકીને નીચે સુવાડવા પરિવાર  મજબુર બન્યો છે. 

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 13T171519.110 અમદાવાદ: શારદાબેન હોસ્પિટલનો વિડીયો વાયરલ, સુવિધાનો અભાવ

શારદાબેન હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો. હોસ્પિટલમાં  પંખા ના હોવાથી બાળકીને નીચે સુવાડવા પરિવાર  મજબુર બન્યો છે.  માતાએ નાછૂટકે બાળકીને નીચે સુવડાવી પડી. હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં કોઇ સુવિધા નથી. દર્દીઓ સાજા થવાના બદલે વધુ બીમાર થઈ રહ્યા છે. કાળઝાળ ગરમીમાં  પૂરતા પંખાના હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. જાગૃત સામાજિક અગ્રણીએ આ વિડીયો વાયરલ કર્યો છે.

અમદાવાદમાં લોકોને હવે મફતમાં હોસ્પિટલોમાં અદ્યતન તબીબી સારવાર પૂરી પાડવાના હેતુથી શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં લોકોને સુવિધા મળે તે હેતુસર કરોડો રૂપિયાનું ટેન્ડર મંજૂર કરાયું હતું. કરોડો રૂપિયા મળવા છતાં હોસ્પિટલમાં સુવિધા નામે મીડું જોવા મળે છે. સુવિધા ફક્ત હોસ્પિટલ સત્તાધીશોને મળે છે દર્દીઓ હંમેશા સુવિધા વંછિત રહે છે. હાલમાં સામે આવેલ હોસ્પિટલના વીડિયોમાં દેખાય છે કે પંખા જેવી સામાન્ય સુવિધા પણ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ

આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ

આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ