ક્રુઝનું લોકાર્પણ/ અમદાવાદને આજે મળશે નવું નજરાણું, સાબરમતી રિવરફ્રન્ટમાં CM ના હસ્તે તેનું લોકાર્પણ, જાણો શું છે વિગત

અમદાવાદ માટે એક ખુબ જ મોટા સમાચાર છે. જલ્દી જ અમદાવાદની શાનમાં વધારો થવા જઈ રહ્યો છે, જી હા અમદાવાદને એક નવું નજરાણું મળશે. વધારે સસ્પેન્સ ના રાખતા આવો તમને જણાવી દઈએ કે શું છે અમદાવાદ માટે ખાસ વાત….

Top Stories Ahmedabad
floating restaurants ahmedabad

અમદાવાદ સ્થિત સાબરમતી રિવરફ્રન્ટ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધી લોકો સાબરમતી નદીમાં બોટિંગ ની રાઈડનો આનંદ માણતા હતા. હવે અમદાવાદના લોકો માત્ર રાઈડ જ નહિ સાથે સાથે ઘણી બધી વસ્તુઓનો આનંદ માણી શકશે. કેમ કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ દ્વારા રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ખુલ્લુ મૂકવામાં આવશે.

 કેન્દ્રીય ગૃહમંત્રાલય અમિત શાહ દ્વારા આજે એટલે કે 2જી જુલાઈના રોજ વર્ચ્યૂઅલી આ ક્રૂઝનું લોકાર્પણ કરવાના છે. આ ક્રૂઝ સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલા અટલ બ્રિજની નીચેથી પસાર થશે, જે ખુબ જ અદ્ભુત નજારો હશે.

Cruise અમદાવાદને આજે મળશે નવું નજરાણું, સાબરમતી રિવરફ્રન્ટમાં CM ના હસ્તે તેનું લોકાર્પણ, જાણો શું છે વિગત

આખા દિવસમાં આ ક્રૂઝની બે ડીનર અને બે લંચ ટ્રીપ હશે. એટલે કે દિવસ દરમિયાન અંદાજિત 600 જેટલા લોકો આ ક્રૂઝનો આનંદ માણી શકશે. જો કે હજુ સુધી ક્રૂઝની ટિકિટનો દર નક્કી નથી કરવામાં આવ્યો.

Cruise 1 અમદાવાદને આજે મળશે નવું નજરાણું, સાબરમતી રિવરફ્રન્ટમાં CM ના હસ્તે તેનું લોકાર્પણ, જાણો શું છે વિગત

ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝમાં બે ફ્લોર આવેલા છે એટલે કે લોકો ઉપર અને નીચે એમ બે જગ્યાએ બેસીને ફૂડની મજા માણી શકશે. તમને જણાવી દઈએ કે રેસ્ટોરાં ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો છે અને સેન્ટ્રલી એસી હશે. ત્યાં કિચન ક્રૂઝની પાછળના ભાગમાં બનાવવામાં આવ્યુ છે. આ સાથે રેસ્ટોરાંમાં ઘણી બધી સુવિધાઓ પણ મળશે. જેમ કે ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, ડીજે સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ સહિત ઘણી બીજી સુવિધાઓ ઉપલબ્ધ હશે. રેસ્ટોરાં ક્રૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવશે. ઉપરના ભાગે પણ લોકો ફૂડની મજા માણી શકે તે રીતો બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો:ગામલોકો બન્યા વાસુદેવ/એમ્બ્યુલન્સ ન પહોંચી શકી, લોકોએ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવા માનવ સાંકળ રચી

આ પણ વાંચો:વરસાદ બન્યો આફત/બે ખેડૂતોએ 18 કલાક વીજ થાંભલાનો સહારો લીધો; IAF એ બચાવ કર્યો

આ પણ વાંચો: ચોમાસુ: ૨૦૨૩/આજનો વરસાદઃ સવારના ૬-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી,રાજ્યના ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ

આ પણ વાંચો:Heavy Rain/મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત થયેલ જામનગરના ગાંધીનગર વિસ્તારની લીધી મુલાકાત