Ahmedabad/ રાજકોટના વેપારીનું અમદાવાદમાંથી અપહરણ, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા

અપહરણકારોએ વેપારીનું અપહરણ કરીને 10 કરોડની ખંડણી માગી હતી.

Ahmedabad Gujarat Trending
YouTube Thumbnail 2023 10 29T142502.132 રાજકોટના વેપારીનું અમદાવાદમાંથી અપહરણ, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા

અમદાવાદ: શહેરમાંથી અપહરણ અને હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અપહરણકારોએ વેપારીનું અપહરણ કરીને 10 કરોડની ખંડણી માગી હતી. જોકે, આ મામલે બોપલ પોલીસે આરોપીને ગણતરીની કલાકમાં પકડી પાડ્યો હતો અને ભોગ બનનાર વેપારીને અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

માહિતી અનુસાર, રાજકોટમાં રહેતા વેપારી થોડા દિવસ અગાઉ સ્નાયુના દુખાવાની સારવાર માટે બોપલની એક હોસ્પિટલ ખાતે આવ્યા હતા ત્યારે શીલજથી તેનું અપહરણ કરીને દસ કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

આ મામલે આરોપીઓને પકડવા માટે પોલીસે તનતોડ મહેનત કરી હતી જે બાદ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેન્સ તેમજ બાતમી આધારે આબુનામાં સંડોવાયેલ આરોપીઓ પ્રકાશ ડાયાભાઈ ભરવાડ, ભુપત વાજાભાઈ ઝાપડા, શૈલેષભાઈ મશરૂભાઈ મુંધવા અને કાંતિલાલ બચુભાઈ આ તમામ આરોપીઓને રાજકોટથી પકડી પાડી ગુનાના કામે અટકાયત કરવામાં આવી છે. તેમજ આરોપી સુરેશ જોગવા ઉર્ફેપુરા તથા રામભાઈ ભરવાડ અને મોનીલ નકરાણીની શોધખોળ ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટના વેપારીનું અમદાવાદમાંથી અપહરણ, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા


આ પણ વાંચો: Mass Suicide/ સુરતમાં સામૂહિક આપઘાત મામલે થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: મન કી બાત/ ‘એ જ સામાન ખરીદો જેમાં દેશવાસીનો પરસેવો હોય’, જાણો PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું

આ પણ વાંચો: મન કી બાત/ ‘એ જ સામાન ખરીદો જેમાં દેશવાસીનો પરસેવો હોય’, જાણો PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું