Air pollution/ ભારતમાં ગયા વર્ષે વાયુ પ્રદૂષણથી 16 લાખ લોકોનાં મોત, જાણો શું કહે છે રિપોર્ટ

બુધવારે જાહેર થયેલા વૈશ્વિક અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ભારતમાં થયેલા 16,70,000 મૃત્યુનો સીધો સંબંધ વાયુ પ્રદૂષણથી હતો.

Top Stories India
ipl2020 70 ભારતમાં ગયા વર્ષે વાયુ પ્રદૂષણથી 16 લાખ લોકોનાં મોત, જાણો શું કહે છે રિપોર્ટ

બુધવારે જાહેર થયેલા વૈશ્વિક અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ભારતમાં થયેલા 16,70,000 મૃત્યુનો સીધો સંબંધ વાયુ પ્રદૂષણથી હતો. રિપોર્ટ અનુસાર ઘરેલું વાયુ પ્રદૂષણમાં ઘટાડો થયો છે, પરંતુ બહાર પીએમ 2.5 નો ચિંતાજનક સ્તર યથાવત છે. હવે દેશનાં આરોગ્ય માટે હવામાં પ્રદૂષણ સૌથી મોટો ખતરો બની ગયો છે.

ગયા વર્ષે, વાયુ પ્રદૂષણને કારણે દર મિનિટે સરેરાશ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બાળકો વિશે વાત કરીએ તો, 2019 માં, દર 15 મિનિટ પર ત્રણ નવજાત તેમના જન્મનાં પહેલા મહિનામાં જ આ ઝેરી હવાઓની ભેટ ચઢી ગયા. સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020 દ્વારા બહાર પાડવામાં આવેલા વૈશ્વિક અહેવાલમાં આ આશ્ચર્યજનક તથ્યો બહાર આવ્યા છે. નવજાત શિશુઓ પર હવાનાં પ્રદૂષણની વૈશ્વિક અસરને લઇને કરવામાં આવેલ પ્રથમ પ્રકારનાં અભ્યાસ મુજબ, વર્ષ 2019 માં, ભારતમાં જન્મેલા 1,16,000 થી વધુ નવજાત બાળકો ઇન્ડોર અને આઉટડોર ફેલાયેલા હવાના પ્રદૂષણનો ભોગ બન્યા હતા.

સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2020 નામનાં આ વૈશ્વિક અધ્યયન મુજબ આમાંથી અડધાથી વધુ મૃત્યુ બહારનાં વાતાવરણમાં ફેલાયેલા પીએમ 2.5 નાં જોખમી સ્તર માટે જવાબદાર છે. બાકીનાં મૃત્યુ રાંધવા માટે કોલસો, લાકડા અને છાણનાં કેક સળગાવતાં ફેલાયેલા ઘરેલું પ્રદૂષણથી સંબંધિત છે.