Not Set/ ફરી ઉઘાડુ પડ્યું પાકિસ્તાન, આતંકીઓના ઘરે માતમનો સામે આવ્યો વીડિયો

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં થયેલા આતંકીઓના મોત પર પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ઉઘાડુ પડ્યું છે. આતંકીઓના પરિવારમાં છવાયેલા માતમના સામે આવેલા એક વીડિયો પાકિસ્તાનમાં ચાલતી આતંકની પાઠશાળાઓને ઉજાગર કરે છે. સામે આવેલા વીડિયોમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ મોતને ભેટેલા આતંકીના ઘરે જઈ તેમના પરિવારજનોને દિલાસો આપતા નજરે પડે છે.  પાકિસ્તાની સેનાના એક અધિકારી આંતંકીના બાળકને ખોળામાં […]

Top Stories India Videos
mantavya 274 ફરી ઉઘાડુ પડ્યું પાકિસ્તાન, આતંકીઓના ઘરે માતમનો સામે આવ્યો વીડિયો

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં થયેલા આતંકીઓના મોત પર પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ઉઘાડુ પડ્યું છે. આતંકીઓના પરિવારમાં છવાયેલા માતમના સામે આવેલા એક વીડિયો પાકિસ્તાનમાં ચાલતી આતંકની પાઠશાળાઓને ઉજાગર કરે છે.

સામે આવેલા વીડિયોમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ મોતને ભેટેલા આતંકીના ઘરે જઈ તેમના પરિવારજનોને દિલાસો આપતા નજરે પડે છે.  પાકિસ્તાની સેનાના એક અધિકારી આંતંકીના બાળકને ખોળામાં લઈ તેને વ્હાલ કરતા નજરે પડે છે.

ઉલ્લેખનિય છે કે પુલવામાં હુમલા બાદ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના બાલકોટમાં ચાલતા આતંકીઓના કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયાનો દાવો ભારતીય વાયુ સેનાએ કર્યો હતો.

https://twitter.com/SengeHSering/status/1105660202337095681

જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાને ભારતના આ દાવાનો ખોટો ગણાવી કોઈ જાનહાની ન થઈ હોવાનું જણાવ્યું હતું. જ્યારે સામે આવેલો આ વીડિયોએ પાકિસ્તાનનું જુઠ્ઠાણું છતુ કરી નાખ્યું છે.