Not Set/ NOC નથી તેમ છતાં શિક્ષણ કાર્ય શરૂ, ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

કેલોરેક્સ ટ્રસ્ટની ડીપીએસ ઈસ્ટ સ્કૂલ દ્વારા કેમ્પસમાં જ સ્વામી નિત્યાનંદની સંસ્થાને આશ્રમ માટે જગ્યા અપાયાના  દેશ વ્યાપી વિવાદ બાદ સ્કૂલની મંજુરીનું કૌભાંડ પણ સામે આવ્યુ હતુ.

Ahmedabad Gujarat
rajkot 4 NOC નથી તેમ છતાં શિક્ષણ કાર્ય શરૂ, ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

વિવાદિત અમદાવાદ પૂર્વની ડીપીએસ સ્કૂલને માન્યતા ન હોવા છતાં પણ વિદ્યાર્થીઓને ભણાવવામા આવી રહ્યા છે. આ ઉપરાંત ચાલુ વર્ષે પણ પ્રવેશ આપવામા આવ્યા હોવાની ફરિયાદ ડીઈઓમાં કરવામા આવી છે. મહત્વનું છે કે કેમ્પસમાં જ સ્વામી નિત્યાનંદની સંસ્થાને આશ્રમ માટે જગ્યા અપાયાના દેશ વ્યાપી વિવાદ બાદ સ્કૂલની મંજૂરીનું કૌભાંડ પણ સામે આવ્યુ હતુ. સ્કૂલ પાસે સરકારની એનઓસી જ ન હોવા છતાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

rajkot 5 NOC નથી તેમ છતાં શિક્ષણ કાર્ય શરૂ, ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હોવાની  અને ચાલુ વર્ષે નવા પ્રવેશ આપવામા આવ્યા હોવાની ફરિયાદ ડીઈઓમાં કરવામા આવી છે. આ મુદ્દે હવે ફરી એકવાર મોટો વિવાદ ઉભો થશે. કેલોરેક્સ ટ્રસ્ટની ડીપીએસ ઈસ્ટ સ્કૂલ દ્વારા કેમ્પસમાં જ સ્વામી નિત્યાનંદની સંસ્થાને આશ્રમ માટે જગ્યા અપાયાના  દેશ વ્યાપી વિવાદ બાદ સ્કૂલની મંજુરીનું કૌભાંડ પણ સામે આવ્યુ હતુ. દરમિયાન સ્કૂલ પાસે સરકારની એનઓસી જ ન હોવાનું રાજ્ય સરકારને સીબીએસઈને જણાવ્યા બાદ સીબીએસઈ દ્વારા પણ સ્કૂલને એનસીઓ રજૂ કરવા કટ ઓફ ડેટ અપાઈ હતી.

rajkot 6 NOC નથી તેમ છતાં શિક્ષણ કાર્ય શરૂ, ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

સીબીએસઈ દ્વારા પણ જોડાણ કેન્સલ કરાયુ હતુ. મળતી માહિતી મુજબ જેની સામે સ્કૂલે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં અપીલ કરી હતી અને જેમાં બે સુનાવણી બાદ હાલ હુકમ હજુ બાકી છે ત્યારે બીજી બાજુ સ્કૂલ તરફથી નવી સેકેન્ડરી સ્કૂલ માટે ગુજરાત બોર્ડમાં કરાયેલી અરજીઓમાં ગુજરાત બોર્ડે ડીપીએસ ઈસ્ટ સ્કૂલ મેનેજન્ટની સેકન્ડરી સ્કૂલ માટેની અરજી નામંજૂર કરી છે. આમ સ્કૂલ પાસે હાલ ન તો પ્રાયમરી કે ન તો માધ્યમિકની માન્યતા છે. સરકારે સ્કૂલનો વહિવટ લીધા બાદ થોડા સમય માટે કોરાનાને લીધે વહિવટ મર્યાદા લંબાવી દેવાઈ હતી પરંતુ સ્કૂલ દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨માં પણ નવા પ્રવેશ કરી દેવામા આવ્યા હોવાની અને સ્કૂલમાં લગભગ ૫૦૦થીવધુ બાળકો હજુ પણ ભણતા હોવાની ફરિયાદ અમદાવાદ ડીઈઓમાં કરવામા આવી છે.