Not Set/ ઉજ્જવલા યોજનાના ઉડી રહ્યા છે ધજાગરા,લોકો ગેસના બાટલા માટે ખાઇ રહ્યા છે ધક્કા

અંબાજી, એક તરફ સરકાર લોકો માટે યોજનાઓના બણગા ફુંકી રહી છે. તો બીજી તરફ યોજનાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યારે અંબાજીમાં ઉજ્જવલા યોજના ફક્ત નામ પુરતી જ જોવા મળી રહી  છે. લોકો ગેસના બાટલા માટે ધક્કા ખાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર લોકો પાસેથી હોમ ડિલવરીના રુપિયા લેવામાં આવે છે […]

Gujarat Others Videos
mantavya 107 ઉજ્જવલા યોજનાના ઉડી રહ્યા છે ધજાગરા,લોકો ગેસના બાટલા માટે ખાઇ રહ્યા છે ધક્કા

અંબાજી,

એક તરફ સરકાર લોકો માટે યોજનાઓના બણગા ફુંકી રહી છે. તો બીજી તરફ યોજનાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યારે અંબાજીમાં ઉજ્જવલા યોજના ફક્ત નામ પુરતી જ જોવા મળી રહી  છે.

લોકો ગેસના બાટલા માટે ધક્કા ખાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર લોકો પાસેથી હોમ ડિલવરીના રુપિયા લેવામાં આવે છે છતા ગેસના બાટલાની સમયસર ડિલવરી કરવામાં આવતી નથી.

જેના પગલે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે.લોકોને ગેસના બદલે અન્યના સહારે રહેવુ પડે છે. જો કે આ બાબતને લઇ સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઇ ઉકેલ જોવા મળ્યો નથી. તમને જણાવી દઇએ કે લોકો ફરિયાદ કરવા અમર દીપ ગેસ એજન્સી પહોચ્યા હતા જ્યા ગેસ એજન્સીમાં તાળા લગાવેલા જોવા મળ્યા હતા.