Ambalal forecast/ ગુજરાતમાં 15મી ઓગસ્ટ પછી ભારે વરસાદની અંબાલાલની આગાહી

ગુજરાતમાં જુલાઈ પછી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા દૂર થઈ જાય તેવી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી બે દિવસમાં હળવા ઝાપટા પડશે અને 15મી ઓગસ્ટ પછી ભારે વરસાદ પડશે.

Top Stories Gujarat Breaking News
Ambalal Patel 1 ગુજરાતમાં 15મી ઓગસ્ટ પછી ભારે વરસાદની અંબાલાલની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં જુલાઈ પછી વરસાદ ખેંચાતા Ambalal Forecast ખેડૂતો ચિંતિત બન્યા ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા દૂર થઈ જાય તેવી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી બે દિવસમાં હળવા ઝાપટા પડશે અને 15મી ઓગસ્ટ પછી ભારે વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બની રહી છે, જે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરની ગતિ વધારશે. હિંદસાગરમાં હવા ભેજવાળી છે, પરંતુ વરસાદ બરોબર પડતો નથી. આગામી નવથી દસ ઓગસ્ટે વરસાદી ઝાપટા પડવાની Ambalal Forecast શક્યતા છે. 12 ઓગસ્ટથી સિસ્ટમ આકાર લેવા માંડશે. તેના પછી 15 ઓગસ્ટથી કે પછીના દિવસથી 22 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. વરસાદ હજી ગયો નથી. તેમા પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડશે. તેના પછી હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં હજુ 17 ટકા વરસાદની ઘટ

ગુજરાતમાં આ સીઝનમાં પડેલા વરસાદની વાત કરીએ તો Ambalal Forecast અત્યાર સુધી 83 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 70 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 63 ટકા અને ઉત્તર ગુજરાતમાં 66 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં જૂન-જુલાઈમાં સરેરાશ 27 ઈંચ વરસાદ પડ્યો છે, તો ઓગસ્ટના 9 દિવસોમાં માત્ર 8.89 એમ.એમ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારે વરસાદ બાદ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23 તાલુકાઓમાં 1થી 12 એમ.એમ સુધીનો હળવો વરસાદ થયો છે. તો રાજ્યમાં સીઝનનો 80 ટકાથી વધુ વરસાદ થયો છે અને હજુ 17 ટકા જેટલી વરસાદની ઘટ છે.

ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારે વરસાદ બાદ ઓગસ્ટ મહિનાની Ambalal Forecast શરૂઆતમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23 તાલુકાઓમાં 1થી 12 એમ.એમ સુધીનો હળવો વરસાદ થયો છે. તો રાજ્યમાં સીઝનનો 80 ટકા જેટલો વરસાદ થયો છે અને હજુ 20 ટકા જેટલી વરસાદની ઘટ છે. જોકે અચાનક વરસાદના વિરામથી ખેડૂતો ચિંતિત છે ત્યારે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો હોવાની જાહેરાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.

 

આ પણ વાંચોઃ અજબ ગજબ ન્યૂઝ/ વાદળી રંગનું હોય છે આ મરઘીનું ઈંડું, જાણો કેમ છે આવું

આ પણ વાંચોઃ OMG!/ દુનિયાની એક એવી જગ્યા જ્યાં 6 મહિના સુધી નથી થતો સૂર્યોદય, છતાં લોકો છે ખુશ

આ પણ વાંચોઃ Railway Track/ રેલ્વે ટ્રેક પર શા માટે રાખવામાં આવે છે તીક્ષ્ણ પથ્થર, શું તમે જાણો છો તેની પાછળનું વિજ્ઞાન

આ પણ વાંચોઃ Weird Name/ ગામનું નામ એટલું વાંધાજનક છે કે બોલવામાં શરમ આવે, દુનિયા પણ ઉડાવે છે મજાક !

આ પણ વાંચોઃ અજબગજબ/ ચારે બાજુથી પસાર થાય છે ટ્રેનો, છતાં થતો નથી અકસ્માત ; આ નજારો જોવા લોકો આવે છે દૂર-દૂરથી