#healthylifestyle/ અમેરિકાનું એક એવું પાર્લર જ્યાં તમે આંસુ સારી શકો છો…

એન્થોની કહે છે કે આજકાલ મોટાભાગના લોકો તણાવની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે. કેટલાક લોકો ઘરની સમસ્યાઓના કરણે તણાવમાં પણ આવે છે. આવી સ્થિતિમાં તેમને તેમને રડવાનુ મન થાય છે. કારણ કે વૈજ્ઞાનિકો પણ કહે છે કે રડવાથી હૃદય હળવું થાય છે. અને તણાવ ઓછો કરવામાં મદદ મળે છે. એમ વિચારીને એન્થોનીએ આ પાર્લર ખોલ્યું હતુ,. તે કહે છે કે તેના સોબ પાર્લર પર ફક્ત તણાવથી પીડાતા લોકો જ આવે છે. અને ખાસ કરીને જેઓ ઘર………

Ajab Gajab News
YouTube Thumbnail 17 અમેરિકાનું એક એવું પાર્લર જ્યાં તમે આંસુ સારી શકો છો...

USA News: અમેરિકાના ન્યુયોર્કમાં એક અનોખુ પાર્લર ખુલ્યુ છે. જ્યાં લોકોને રડવાની સુવિઘા આપવામાં આવે છે. જો કોઇને રડવાનુ મન થાય અને તેને જગ્યા ન મળે તો તે આ પાર્લરમાં આવી શકે છે. અહીં એક પ્રાઇવેટ ક્રાઇંગ રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં એવી વસ્તુઓ રાખવામાં આવી છે. જેનાથી આંખોમાં આંસુ આવી જાય .

આપણા જીવનમાં રડવુ અને હસવું એ ચાલતુ હોય છે. કયારેક લોકોના જીવનમાં ખુશીઓ આવે છે. ત્યારે તેઓ ખુશીથી હસવા લાગે છે. અને દુ:ના સમયમાં તેઓ રડવાનુ ઇચ્છે છે. પરંતુ તેઓે બીજાને બતાવવા માંગતા નથી કે તેઓે રડે છે. હવે આવી સ્થિતિમાં શું કરવુ એ ખબર હોતી નથી. આ તેમના માટે એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. પરંતુ અમેરિકામાં એક વ્યક્તિએ આ પ્રશ્નોનો જવાબ શોધી કાડ્યો છે. તેણે એક એવુ પાર્લર બનાવ્યુ કે જ્યાં લોકો ઇચ્છે તો આવીને આંસુ સારી શકે છે. અને પોતાનો ગુસ્સો કે દુ:ખ શાંત કરી શકે છે.

અમેરિકાના ન્યુર્યોક શહેરમાં આ અનોખું પાર્લર ખુલ્યુ છે. જેનુ નામ ‘સોબ પાર્લર છે. અને આ પાર્લરમાં એક પ્રાઇવેટ ક્રાય રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં રડવાની સુવિધા ઉપલબ્ધ છે. આ રૂમમાં જઇને વ્યક્તિ તેના માટે રડી શકે અને હૃદય હળવુ કરી શકે છે. ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ,આ અનોખું પાર્લર ગયા વર્ષે એન્થોની વિલોટી નામના વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે.

એન્થોની કહે છે કે આજકાલ મોટાભાગના લોકો તણાવની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે. કેટલાક લોકો ઘરની સમસ્યાઓના કરણે તણાવમાં પણ આવે છે. આવી સ્થિતિમાં તેમને તેમને રડવાનુ મન થાય છે. કારણ કે વૈજ્ઞાનિકો પણ કહે છે કે રડવાથી હૃદય હળવું થાય છે. અને તણાવ ઓછો કરવામાં મદદ મળે છે. એમ વિચારીને એન્થોનીએ આ પાર્લર ખોલ્યું હતુ,. તે કહે છે કે તેના સોબ પાર્લર પર ફક્ત તણાવથી પીડાતા લોકો જ આવે છે. અને ખાસ કરીને જેઓ ઘર કે ઓફિસમાં તણાવથી પીડાતા હોય અથવા ખરાબ સંબધોને કારણે તણાવમાં આવ્યા હોય છે.

આ પાર્લરમાં એવી વસ્તુ મુકવામાં આવી છે કે એ વસ્તુ આંખોમાં આંસુ આવી શકે છે. અહીં આવ્યા પછી કેટલાક લોકોને 10 મિનિટ રડ્યા પછી જ આરામ મળે છે. જ્યારે કેટલાક લોકો એવું પણ કહે છે કે સોબ પાર્લરનુ વાતાવરણ એવું છે કે રડવાનુ મન થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના