Gujarat election 2022/ સીએમ ભુપેન્દ્ર પટેલ સામે ઊભા રહેલા અમીબેન યાજ્ઞિક પોતાને જ મત નહી આપી શકે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. તેમા પણ અમદાવાદ જિલ્લા અને શહેરની વાત આવે તેમા ભાજપ, કોંગ્રેસ અને આપના ઘણા ઉમેદવાર એવા છે તેમણે જે બેઠક પર ઉમેદવારી નોંધાવી છે તેના પર તે પોતાને જ મત નહી આપી શકે.

Gujarat
Amiben yagnik સીએમ ભુપેન્દ્ર પટેલ સામે ઊભા રહેલા અમીબેન યાજ્ઞિક પોતાને જ મત નહી આપી શકે
  • ભાજપ, કોંગ્રેસ અને આપના કેટલાક ઉમેદવારો પોતાને જ મત નહી આપી શકે
  • ઉમેદવારી અલગ ક્ષેત્રમાં અને મતદાન તરીકેનું નામ બીજા વોર્ડ અલગ ક્ષેત્રમાં

Gujarat election 2022ના 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. તેમા પણ અમદાવાદ જિલ્લા અને શહેરની વાત આવે તેમા ભાજપ, કોંગ્રેસ અને આપના ઘણા ઉમેદવાર એવા છે તેમણે જે બેઠક પર ઉમેદવારી નોંધાવી છે તેના પર તે પોતાને જ મત નહી આપી શકે.

તેની પાછળનું કારણ એ છે કે ઘણા ઉમેદવારનું નામ જુદા-જુદા વિધાનસભા વોર્ડમાં છે અને તેઓએ જુદી જ વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. તેના લીધે આ ઉમેદવાર પોતાને જ મત નહી આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભાજપના ચાર ઉમેદવારો પોતાને વોટ નહી આપે શકે, કારણ કે તેમનું નામ અલગ વિધાનસભા વોર્ડમાં છે અને તે ઉમેદવાર બીજા સ્થળે છે. આવી સ્થિતિ કોંગ્રેસના આઠ ઉમેદવારોની છે અને આપના 11 ઉમેદવારોની છે.

આમ આ ઉમેદવારોએ અન્ય ઉમેદવારોને મતદાન કરવું પડશે. જગદીશ વિશ્વકર્માએ નિકોલથી ઉમેદવારી કરી હોવા છતાં પણ તેઓને ઠક્કરબાપા નગરમાં વોટિંગ કરવું પડશે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભુપેન્દ્ર પટેલ સામે ઘાટલોડિયા બેઠકથી ઊભા રહેનારા

કોગ્રેસના અમીબેન યાજ્ઞિક પોતે જ પોતાને મત નહી આપી શકે. તેઓને એલિસબ્રિજમાં વોટ આપવો પડશે. લાખા ભરવાડ ભલે વિરમગામના ઉમેદવાર હોય પરંતુ તેઓએ વેજલપુરમાં વોટિંગ કરવું પડશે. કોંગ્રેસના હિંમતસિંહ પટેલ બાપુનગરના ઉમેદવાર હોવા છતાં તેઓએ નિકોલમાં મતદાન કરવું પડશે.

આ પણ વાંચોઃ 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ શિલજમાં કર્યું મતદાન,નાગરિકોને મતદાન કરવા કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારમાં ઉભા રહીને કર્યું મતદાન