બિહાર/ આ શાળાઓમાં 48થી વધુ વિદ્યાર્થિનીઓ બેહોશ, મચી અફરાતફરી

બિહારના બેગુસરાઈ અને શેખપુરામાં લગભગ 48 સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ ગઈ અને ક્લાસ રૂમમાં પડી ગઈ.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 05 29T133320.172 આ શાળાઓમાં 48થી વધુ વિદ્યાર્થિનીઓ બેહોશ, મચી અફરાતફરી

Bihar News: દેશભરમાં કાળઝાળ ગરમી યથાવત છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન, જે 50 ડિગ્રી (49.9 ડિગ્રી) ની નજીક પહોંચી ગયું છે, તેણે છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની લપેટમાં છે. ઘણા રાજ્યોમાં શાળાઓમાં ઉનાળાની રજાઓ છે પરંતુ બિહારમાં હજુ અભ્યાસ ચાલુ છે. બુધવારે, બિહારના બેગુસરાઈ અને શેખપુરામાં લગભગ 48 સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ ગઈ અને ક્લાસ રૂમમાં પડી ગઈ.

શેખપુરાની શાળામાં ગરમીના કારણે 24 વિદ્યાર્થીનીઓ બેહોશ

શેખપુરાની એક શાળામાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થીનીઓની તબિયત એટલી લથડી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી. કાળઝાળ ગરમીને કારણે, શેખપુરા જિલ્લાના અરિયારી બ્લોક હેઠળ મનકૌલ અપગ્રેડેડ મિડલ સ્કૂલ સહિત ઘણી શાળાઓમાં વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ. તીવ્ર ગરમીના કારણે કેટલીક વિદ્યાર્થિનીઓ પ્રાર્થના દરમિયાન અને કેટલીક વર્ગખંડમાં બેહોશ થઈ ગઈ હતી.

વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જતાં શિક્ષકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જ્યારે વિદ્યાર્થિનીના પરિવારજનોને આ અંગેની જાણ થતાં તેઓ પણ શાળાએ પહોંચ્યા હતા. બાદમાં વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બેગુસરાયની શાળામાં 18 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી

વાસ્તવમાં, મતિહાની બ્લોકની મતિહાની મિડલ સ્કૂલમાં કાળઝાળ ગરમીને કારણે લગભગ 18 વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ, જેમને સારવાર માટે મોતીહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર આપવામાં આવી રહી છે. બેગુસરાયમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, આકરી ગરમી છતાં તમામ શાળાઓ ખુલ્લી છે.

મિડલ સ્કૂલ મોતીહાનીમાં અચાનક 10 વાગ્યાની આસપાસ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જવા લાગી હતી. આ પછી, શાળામાં જ પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહ દ્વારા પ્રથમ ORS સોલ્યુશન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં, બેહોશ થવાની પ્રક્રિયા ચાલુ રહી હતી, ત્યારબાદ તમામ વિદ્યાર્થીનીઓને સારવાર માટે મોતીહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હાલ 14 વિદ્યાર્થીનીઓ મોતીહાની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહે જણાવ્યું કે, ખૂબ જ ગરમી છે, શાળામાં પંખા છે અને વીજળી તેમજ જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ બેહોશ થવા લાગી છે. શાળામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમની હાલત વધુ બગડતાં તમામ છોકરીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

whatsapp image 2024 05 29 at 12.12.19 pm આ શાળાઓમાં 48થી વધુ વિદ્યાર્થિનીઓ બેહોશ, મચી અફરાતફરી

બાળકોના બીમાર હોવાની માહિતી મળતા પરિવારના સભ્યો હોસ્પિટલ અને શાળાએ પહોંચવા લાગ્યા હતા, જેના કારણે બાળકોને શાળામાં મધ્યાહન ભોજન ખવડાવવામાં આવ્યું હતું અને 10 વાગ્યા પછી રજા આપવામાં આવી હતી. જોકે, તેમણે સરકારી ગાઈડલાઈન વિરુદ્ધ રજા આપી છે. આકરી ગરમીમાં પણ શાળા ખુલ્લી રહે તેવો સરકારનો તુગલક આદેશ છે. સારવાર કરી રહેલા હોસ્પિટલના તબીબ રાહુલ કુમારે જણાવ્યું કે, યુવતીઓ ગરમીને કારણે બેભાન થઈ ગઈ હતી. હાલમાં બાળકોને ગ્લુકોઝ અને ઓઆરએસ સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે અને તમામની સારવાર કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંજાબ AAP સરકારના મંત્રી બલકાર સિંહનો અશ્લીલ વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો:કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી…

આ પણ વાંચો:આજીવન કેદની સજા ભોગવતા કેદી હવે પ્રવેશ પરીક્ષા આપશે