Movie Masala/ લગ્નના સમાચારો વચ્ચે વિકી કૌશલના હાથ લાગી નવી ફિલ્મ, આ બે અભિનેત્રીઓ પણ મળશે જોવા

ફિલ્મની રિલીઝ માટે 10 જૂન 2022 નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ વાયાકોમ 18 અને કરણ જોહર કરી રહ્યા છે. ફિલ્મમાં વિકી કૌશલના પાત્રનું નામ…

Trending Entertainment
વિકી કૌશલ

છેલ્લા કેટલાક વર્ષોમાં, વિકી કૌશલ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ ડિમાંડિંગ અભિનેતા તરીકે ઉભરી આવ્યો છે. તેની તાજેતરની ઘણી રિલીઝ હિટ રહી છે અને લાઇનઅપમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. વિકી કૌશલની આગામી ફિલ્મની જાહેરાત શુક્રવારે કરવામાં આવી છે. વિકી કૌશલની આ ફિલ્મનું નામ ગોવિંદા નામ મેરા છે અને આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. વિકીને સપોર્ટ કરવા માટે આ ફિલ્મમાં કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર પણ સામેલ છે. ત્રણેયની આ આગામી ફિલ્મના ફર્સ્ટ લૂકની સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો :જ્હાનવી કપૂરે બિકિની પહેરીને સમુંદરમાં લગાવી આગ, બોલ્ડ ફોટો જોઈને તમે પણ થઈ જશો દિવાના

ફિલ્મની રિલીઝ માટે 10 જૂન 2022 નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ વાયાકોમ 18 અને કરણ જોહર કરી રહ્યા છે. ફિલ્મમાં વિકીના પાત્રનું નામ ગોવિંદા વાઘમારે છે. ફિલ્મમાં કિયારા અડવાણી વિકીની ગર્લફ્રેન્ડ બની છે, જ્યારે ભૂમિ પેડનેકર વિકીની પત્નીની ભૂમિકા ભજવતી જોવા મળશે. નિર્માતાઓએ ફિલ્મમાંથી દરેકનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે, જે ફિલ્મને વધુ રસપ્રદ બનાવી રહ્યો છે. વિકી ફર્સ્ટ લુકમાં એકદમ અદ્ભુત લાગી રહ્યો છે અને કિયારાએ પણ તેની સુંદરતાનો એક ટચ ઉમેર્યો છે. જુઓ વિકી કૌશલનો ફિલ્મનો ફર્સ્ટ લુક…

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે આ દિવસોમાં વિકી કૌશલ કેટરિના કૈફ સાથેના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે. બંને આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સાત ફેરા લેશે. બંનેના લગ્ન માટે શાનદાર લોકેશન પસંદ કરવામાં આવ્યું છે. આ કપલ સવાઈ માધોપુર (રાજસ્થાન) સ્થિત સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કરશે. આ એક ઐતિહાસિક કિલ્લો છે જે 700 વર્ષ જૂનો છે. બંનેના લગ્નની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બાય ધ વે, તમે વિકી કૌશલની આ નવી ફિલ્મ માટે કેટલા ઉત્સાહિત છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :કંગના રનૌત સામે ફરિયાદ, ભીખ માંગવાના નિવેદનને દેશદ્રોહ ગણાવી FIRની માંગ

વિકી તાજેતરમાં એમેઝોન પ્રાઈમ  વીડિયોની ફિલ્મ સરદાર ઉધમ માટે ચર્ચામાં હતો. આ ફિલ્મમાં તેણે ટાઈટલ રોલ કર્યો હતો અને તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. વિકી એડવેન્ચર શો ઇનટુ ધ વાઇલ્ડ વિથ બેર ગ્રિલ્સમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો :હોલિવૂડ ફિલ્મોની ગાથા બોલિવૂડમાં યથાવત્..

આ પણ વાંચો :ફિલ્મ આદિપુરુષનું શૂટિંગ થયું પૂર્ણ, જાણો ક્યારે થશે રિલીઝ

આ પણ વાંચો :પ્રતિક ગાંધીના હાથે લાગી આ મલ્ટિસ્ટારર ફિલ્મ, આ હોટ એક્ટ્રેસ સાથે મળશે જોવા