Hyderabad/ ઓવૈશીના ગઢ હૈદરાબાદમાં ઉતર્યા અમિત શાહ, રોડ શો પહેલા ભાગ્યલક્ષ્મી મંદિરમાં કરી પૂજા

હૈદરાબાદ મ્યુનિસિપલ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીએ તેના ઘણા દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના અનેક નેતાઓ હૈદરાબાદની મુલાકાતે આવ્યા છે.

Top Stories India
a 274 ઓવૈશીના ગઢ હૈદરાબાદમાં ઉતર્યા અમિત શાહ, રોડ શો પહેલા ભાગ્યલક્ષ્મી મંદિરમાં કરી પૂજા

હૈદરાબાદ મ્યુનિસિપલ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીએ તેના ઘણા દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના અનેક નેતાઓ હૈદરાબાદની મુલાકાતે આવ્યા છે. હવે અમિત શાહ હૈદરાબાદ પહોંચ્યા છે. તે સિકંદરાબાદમાં એક રોડ શો કરશે. અગાઉ, તેઓ ભાગ્યલક્ષ્મી મંદિર ગયા હતા જ્યાં તેઓ પૂજા અર્ચના કરી.

આ પણ વાંચો : મન કી બાત LIVE: દેવી અન્નપૂર્ણાની મૂર્તિ ભારતમાં પરત આવી રહી છે : PM મોદી

અમિત શાહ આજે હૈદરાબાદમાં મીડિયાને પણ સંબોધન કરશે. તેઓ બપોરે 3 વાગ્યે ડો. શ્યામપ્રસાદ મુખર્જી ભવન ખાતે હૈદરાબાદના નામપલ્લી સ્થિત ભાજપના રાજ્ય કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરશે.

હૈદરાબાદ કેમ મહત્વનું

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ દેશની સૌથી મોટી મહાપાલિકા છે. આ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાર જિલ્લાઓને આવરી લે છે, જેમાં હૈદરાબાદ, રંગરેડ્ડી, મેડચલ-માલકજગિરી અને સંગરેડ્ડીનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિસ્તારમાં 24 વિધાનસભા મતદારક્ષેત્રોનો સમાવેશ થાય છે અને તેલંગાણામાં 5 લોકસભા બેઠકો છે.

આ પણ વાંચો : બરેલીમાં લગ્ન માટે બળજબરી, ધર્મ પરિવર્તન કરવા બદલ નોંધાઈ પ્રથમ FIR

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…