Not Set/ અમરેલી/ કુકાવાવ રોડ પર 7-8 શખ્સોએ સાથે મળી બે યુવકોને રહેશી નાખ્યાં

અમરેલીનાં કુકાવાવ રોડ પર ડબલ મર્ડરની ઘટના રખડતા ઢોર મુદ્દે પોલીસને આપતા હતા બાતમી 7- 8 શખ્સોએ હુમલો કરતાં બંને યુવકોનાં મોત મરણજનાર બનેં કાકા-ભાત્રીજો હોવાનાં આહેવાલ અમરેલીનાં કુકાવાવ રોડ પર 7 જેટલા શખ્સો દ્વારા બે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જયારે બીજા યુવાનને […]

Gujarat Others
amreli અમરેલી/ કુકાવાવ રોડ પર 7-8 શખ્સોએ સાથે મળી બે યુવકોને રહેશી નાખ્યાં
  • અમરેલીનાં કુકાવાવ રોડ પર ડબલ મર્ડરની ઘટના
  • રખડતા ઢોર મુદ્દે પોલીસને આપતા હતા બાતમી
  • 7- 8 શખ્સોએ હુમલો કરતાં બંને યુવકોનાં મોત
  • મરણજનાર બનેં કાકા-ભાત્રીજો હોવાનાં આહેવાલ

અમરેલીનાં કુકાવાવ રોડ પર 7 જેટલા શખ્સો દ્વારા બે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જયારે બીજા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કલિક સારવાર માટે રોજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે, બીજા યુવાનને ગંભીર ઇજાઓ હોવાથી રાજકોટ ખાતે ચાલુ સારવારમાં તેનું પણ કરુણ મોત થયું હતું.  અમરેલી પોલીસ દ્રારા અંગે ડબલ મર્ડરનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાત જાણે એમ છે કે, બે યુવાનો રખડતા પશુઓ અંગે પોલીસ અને નગરપાલિકાને બાતમી આપતા હતા.  આ બતામી અમુક લોકોને ગમતી ન હોય ગઇકાલે રાત્રે બંને યુવાનો કુકાવાવ રોડ પર હતા ત્યારે 7થી 8 અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયાર સાથે આવી બંને સાથે માથાકૂટ કરી હતી. બાદમાં બંનેને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મરનાર બને યુવકો કાક-ભત્રીજા હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.