વડોદરા/ સાવલી તાલુકા કોતર વિસ્તારનાં ગામમાં દિપડાએ દેખા દેતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ

બાજરીનાં ખેતરોમાં પશુનું મારણ કરતા તેમજ લટાર મારતાં દિપડાઓ જોવા મળી રહ્યા છે.

Gujarat Others
દિપડો

સાવલી તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી કિનારાનાં ગામોનાં કોતરમાં ૩ થી ૪  દિપડા હોવાના પુરાવા મળી આવતા નદી કિનારાના કોતર વિસ્તારનાં અંતરિયાળ ગામોમાં ભય છવાય ગયો છે.

સાવલી તાલુકા માંથી પસાર થતી મહીસાગર નદીને કિનારે આવેલા કનોડા ,ભવનીપુરા,લાલપુરા,પોઇચા , લાછંનપુર ગામ આવેલા છે. જ્યાં દિપડાઓ નદીનાં કિનારે કિનારે લાંબુ અંતર કાપીને આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બાજરીનાં ખેતરોમાં પશુનું મારણ કરતા તેમજ લટાર મારતાં દિપડાઓ જોવા મળી રહ્યા છે. શિકારની શોધમાં કોતર વિસ્તારમાં આવી ગયા હોઈ જેને લીધે ભયનો માહોલ સર્જાયો છે. ઘણા સમયથી દિપડા ઓ જોવા મળ્યા છે જેને લીધે પશુ પાલકો તેમજ ખેતી અર્થે  મજુરી કરવા કોતરમાં જતા લોકો ડરે છે.  ત્યારે આજ રોજ કેટલાક લોકો દિપડાને પશુનું મારણ કરતા કેમેરામાં કેદ કર્યો હતો. અને વનવિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : શાળા પ્રવેશોત્સવ કરનાર સરકાર આ શાળાને જૂઓને : સિહોરનાં કાટોડીયાની એક રૂમની શાળામાં પરેશાનીનો નથી પાર