Not Set/ જુઓ,આજની હેડલાઈન

12:00pm અમરેલી: સુખનાથપરામા બંધ મકાનમાંથી રૂપિયા 35 હજાર રોકડા તેમજ સોના,ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.70 લાખની ચોરી કરવામાં આવી હતી. ——————————————————————————————— અમરેલી: લાઠીગામમાં 90 વર્ષના વૃદ્ધા નું ચા બનાવતી વખતે દાઝી જતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધા હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ——————————————————————————————— સુરેન્દ્રનગર:  લીંબડી રોડ પર સમલા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત […]

Gujarat
PARTH 2 જુઓ,આજની હેડલાઈન

12:00pm

અમરેલી: સુખનાથપરામા બંધ મકાનમાંથી રૂપિયા 35 હજાર રોકડા તેમજ સોના,ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.70 લાખની ચોરી કરવામાં આવી હતી.

———————————————————————————————

અમરેલી: લાઠીગામમાં 90 વર્ષના વૃદ્ધા નું ચા બનાવતી વખતે દાઝી જતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધા હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

———————————————————————————————

સુરેન્દ્રનગર:  લીંબડી રોડ પર સમલા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 6 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવમ આવ્યા હતા.

———————————————————————————————-

અમરેલી : રાજુલા નગરપાલિકા ચૂંટણીમા અંતિમ દિવસોમા મોડી રાતે ભાજપ અને કૉંગ્રેસની સભા સહીત અનેક ખાનગી બેઠકનો ધમધમાટ શરૂ થયો હતો.

———————————————————————————————-

સાબરકાંઠા: પ્રાંતિજના નાની ભાગોળ વોર્ડ-૩માં સમગ્ર નાના ઠાકોર સમાજ ધ્વારા પ્રવેશ બંધીના બેનરો લાગ્યામાં આવ્યા છે.ઠાકોર વાસમાં દારૂ કે ચવાણું અથવા રોકડ લઈને કોઈ પણ પાર્ટીએ પ્રવેશ કરવો નહિ.

———————————————————————————————-

સાબરકાંઠા: હિંમતનગરના પાણપુર પાટિયાથી ગામમાં જવાના રસ્તા પરના કતલખાના બંધ કરાવવા માટે રહીશે સરપંચ અને તલાટીને રજૂઆત કરી છે.

———————————————————————————————-