Not Set/ ઈ-ફાર્મસીના વિરોધમાં ૨૮મી સપ્ટેમ્બરના રોજ દેશભરના મેડિકલ સ્ટોર દ્વારા કરાયું બંધનું એલાન

વડોદરા, ઈ-ફાર્મસી એટલે કે ઓનલાઈન દવાઓ નું ધૂમ વેચાણ. ત્યારે આ પ્રકારે દવાઓના વેચાણને ભારત સરકાર ધ્વારા આગામી ૨૮ તારીખના રોજ કાયદેસરતા આપવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેના વિરોધમાં કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન ધ્વારા આ દિવસે દેશભરના મેડિકલ સ્ટોરને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. આ પહેલા પણ મેડિકલ એસોસિએશન દ્વારા બે વાર બંધ […]

Gujarat Vadodara
46604 online pharmacy49367341 m 0 ઈ-ફાર્મસીના વિરોધમાં ૨૮મી સપ્ટેમ્બરના રોજ દેશભરના મેડિકલ સ્ટોર દ્વારા કરાયું બંધનું એલાન

વડોદરા,

ઈ-ફાર્મસી એટલે કે ઓનલાઈન દવાઓ નું ધૂમ વેચાણ. ત્યારે આ પ્રકારે દવાઓના વેચાણને ભારત સરકાર ધ્વારા આગામી ૨૮ તારીખના રોજ કાયદેસરતા આપવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેના વિરોધમાં કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન ધ્વારા આ દિવસે દેશભરના મેડિકલ સ્ટોરને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.

online drug store ઈ-ફાર્મસીના વિરોધમાં ૨૮મી સપ્ટેમ્બરના રોજ દેશભરના મેડિકલ સ્ટોર દ્વારા કરાયું બંધનું એલાન
gujarat- September 28th protest against e-pharmacy medical stores across the country

આ પહેલા પણ મેડિકલ એસોસિએશન દ્વારા બે વાર બંધ પાળી વિરોધ દર્શાવાવવા માં આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ હવે જેમ પેટ્રોલીયમ કંપનીઓ પરના અંકુશ હટાવી લેવામાં આવ્યા તેમ ઓનલાઈન દવાઓ ન વેચાણ ને પણ કાયદેસર કરવા માટે ની તૈયારી ભારત સરકાર ધ્વારા કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનને લઈ રવિવારે વડોદરા ખાતે “ધ ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન” ધ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સમગ્ર ગુજરાત માંથી ઝોન વાઈઝ પ્રતિનિધિઓ આવ્યા હતા અને તેમને સરકારના નિયમોના કારણે મેડિકલ સ્ટોરના વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી.

e Pharmacy enincon ઈ-ફાર્મસીના વિરોધમાં ૨૮મી સપ્ટેમ્બરના રોજ દેશભરના મેડિકલ સ્ટોર દ્વારા કરાયું બંધનું એલાન
gujarat- September 28th protest against e-pharmacy medical stores across the country

આ મિટિંગમાં સૌનો એક અવાજે સુર હતો કે, ઈ ફાર્મસી બંધ થવી જોઈએ. કારણ કે એનાથી ફક્ત હોલસેલરો અને રીટેલર મેડિકલ સ્ટોર સંચાલકો ને તકલીફ નહિ પડે પણ જેમ નિયમ પ્રમાણે ગ્રાહકને કેમિસ્ટ ધ્વારા જ દવા આપી શકાય તે નિયમ નું ઉલ્લંઘન થશે અને પ્રજા ના આરોગ્ય સાથે ચેડા થશે.

ઈ – ફાર્મસીના વિરોધમાં અગાઉ બે વાર ભારતભરના કેમીસ્ટો અને ડ્રગીસ્ટો હડતાળ પાડી ચુક્યા છે તેમ છતાં હવે ભારત સરકાર ઈ-ફાર્મસીને કાયદેસર કરવા જઈ રહી છે. ત્યારે હવે તેના વિરોધમાં આગામી ૨૮મી સપ્ટેમ્બરે સમગ્ર ભારતના મેડિકલ સ્ટોર બંધ પાળશે અને સરકારના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી માર્ગો પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે.