News/ સાણંદ પાસે રેલવે બ્રિજનો લોખંડનો સળિયો ઘસી પડયો, એક મજુરનું મોત

અમદાવાદમાં હાલ ઘણી જગ્યાએ રેલવે બ્રિજ, ઓવર બ્રિજ અને અંડર બ્રિજના કામકાજ પુરજોશમાં ચાલી રહ્યા છે રાજ્ય બહારના મજૂરો આવા બ્રિજના બાંધકામમાં જોડાઈને પોતાની રોજગારી મેળવી રહ્યા છે અને જોડે પોતાના રોટલા પણ શેકીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. આવા ગરીબ મજૂરો પોતાના જીવના જોખમે કામ કરે છે ત્યારે તેમના જીવને કોઈ નુકશાન ન થાય […]

Ahmedabad Gujarat
PICTURE 4 97 સાણંદ પાસે રેલવે બ્રિજનો લોખંડનો સળિયો ઘસી પડયો, એક મજુરનું મોત

અમદાવાદમાં હાલ ઘણી જગ્યાએ રેલવે બ્રિજ, ઓવર બ્રિજ અને અંડર બ્રિજના કામકાજ પુરજોશમાં ચાલી રહ્યા છે રાજ્ય બહારના મજૂરો આવા બ્રિજના બાંધકામમાં જોડાઈને પોતાની રોજગારી મેળવી રહ્યા છે અને જોડે પોતાના રોટલા પણ શેકીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. આવા ગરીબ મજૂરો પોતાના જીવના જોખમે કામ કરે છે ત્યારે તેમના જીવને કોઈ નુકશાન ન થાય તે માટે સરકારની જવાબદારીમાં આવે છે કે કોઈ ચોક્કસ પદ્ધતિ અપનાવીને બ્રિજના બાંધકામ દરમિયાન કોઈ હાદસો ન થાય અને જો કદાચ થઇ પણ જાય તો મોટી જાનહાની ન થાય. સરકારે હજી સુધી આ મુદ્દે કઈ વિચારે પહેલા જ અમદાવાદના સાંણદ પાસે રેલવે બ્રિજનો કામ ચાલી રહ્યો છે ત્યાં લોખંડનો સળિયો ઘસી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

અમદાવાદના સાણંદમાં રેલ્વેની કામગીરી દરમ્યાન લોખંડ ધસી પડતા 3 લોકો દટાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. સાણંદના શેલાથી કણતી વચ્ચે આ ઘટના ઘટી હતી. જો કે, આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં પોલીસે ઘટના સ્થળે જઇને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.