mars/ ઇટલીના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો કે તેમણે ટેલીસ્કોપથી મદદથી મંગળ ગ્રહ પર કેનાલ જોઇ છે અને ત્યારથી…

શું ખરેખર મંગળ પર પાણી છે…? શું પાણીની સાથે..સાથે..ત્યાં જીવન પણ છે…?

Trending Mantavya Vishesh
punjab 27 ઇટલીના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો કે તેમણે ટેલીસ્કોપથી મદદથી મંગળ ગ્રહ પર કેનાલ જોઇ છે અને ત્યારથી...

શું ખરેખર મંગળ પર પાણી છે…? શું પાણીની સાથે..સાથે..ત્યાં જીવન પણ છે…?

દુનિયા સિવાય માનવજીવનની સંભાવનાઓ પર ૧૯મી સદીથી રીસર્ચ ચાલતું આવ્યુ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો રાત દિવસ એ જાણવાની કવાત કરી રહયા છે કે પૃથ્વી સિવાય બ્રહ્માંડમાં મનુષ્યનું જીવન કયાં શકય છે. અત્યાર સુધીમાં માનવી દુનિયાની બહાર ચંદ્ર અને મંગળ સુધી પહોચી ગયો છે. અને હવે મંગળ ગ્રહ પર ઘર વસાવવાની વાત થઇ રહી છે. આમ તો આવી વાત નવાઇ લગાડે તેવી છે.  એક કલ્પના જેવી છે પણ વિજ્ઞાને બધી કલ્પનાઓને હકીકમાં ફેરવી નાંખી છે.

એક સમય હતો જયારે માનવી માટે સમુદ્ર પાર કરવો પણ મુશ્કેલ કામ હતું. કારણ કે  મનુષ્ય માટે તે વખતે આપણી દુનિયા કેટલીક હદે સિમિત હતી. પૂર્વ દિશામાંથી સુરજનું નિકળવું. દુનિયા માટે એક વિચિત્ર ઘટના હતી. ચંદ્રમાનું રાત્રે ચમકવું.  અને ઝગમગતા તારાઓથી ભરેલું આ આકાશ દુનિયા માટે આ બધુ રહસ્યોથી ભરેલું હતું. પૃથ્વીના કેટલાક ભાગોની છોડીને માનવી માટે બાકીની તમામ ઘટનાઓ માનવી માટે રહસ્યમય હતી. પણ આજે એકવીસમી સદીમાં માનવી માટે વૈજ્ઞાનિક વિકાસે મનુષ્યને બ્રહ્માંડ સુધી પહોચાડી દીધો છે.

આપણે હંમેશાથી એ જાણવાની કોશિષ કરતા આવ્યા છીએ કે આ બ્રહ્માંડમાં શું આપણે એકલા છીએ…? જો નથી તો એવી કંઇ સંભાવનાઓ છે કે  પછી પહેલાં કયારેક રહી હશે. જેની સામે મનુષ્યનો સામનો હજુ સુધી નથી થયો. શું આપણી પૃથ્વીની સિવાય પણ કોઇ જગ્યા પર આપણુ જીવન શકય છે. આ બધા સવાલોના જવાબ જાણવા માટે આપણે ઘણી વૈજ્ઞાનિક રીતો શોધી લીધી છે. આમ તો દુનિયાભરના દેશોએ સ્પેસ પ્રોગ્રામ કર્યા છે.

Image result for An, Italian, scientist, claimed, that, he ,has ,seen, canal, on, Mars, help, telescope,, pp

પૃથ્વીથી અલગ હટીને અન્ય ગ્રહોની જાણકારી મેળવવા માટે દુનીયાભરમાં જાણે કે હોડ મચી છે. અને તે દરમિયાન બ્રહ્માંડમાં એક એવી જગ્યા મળી. જેણે વિશ્વના લાખો વૈજ્ઞાનિકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષીત કર્યુ છે. અને તેણે વૈજ્ઞાનિકોના મનમાં એક ભરોસો જગાવી દીધો છે કે જે સવાલોના જવાબ તેઓ સદીઓથી શોધી રહયા છે તે તેમને આ સ્થળ પર મળી શકે છે.

લાલગ્રહના નામથી જાણીતો મંગળ ગ્રહ  જેના પર જીવનની ઘણી સંભાવનાઓ છે. કારણ કે અત્યાર સુધીમાં જેટલા સ્પેસપ્રોગ્રામ કર્યા છે તેનાથી એક વાત તો સાફ છે કે મંગળ ગ્રહ અત્યાર સુધીનો એક એવો ગ્રહ છે કે જેના પર જીવન શકય છે. અત્યાર સુધીમાં મંગળ પર અનેક મિશનો થયા છે.’

Image result for An, Italian, scientist, claimed, that, he ,has ,seen, canal, on, Mars, help, telescope,, pp

હવે…જરા સમયથી થોડા પાછળ જઇએ. ૧૯મી સદીમાં જયારે ઇટલીના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો કે તેમણે ટેલીસ્કોપથી મદદથી મંગળ ગ્રહ પર કેનાલ જોઇ છે. અને ત્યારથી મંગળ ગ્રહને લઇને લોકોમાં તેની ઉત્સુકતા વધતી જઇ રહી છે. મંગળ પર જોવા મળેલી કેનાલને લઇને તેમણે એ જણાવ્યુ કે  ત્યાં રહેવા વાળા લોકોએ મંગળ પર મોટી મોટી કેનાલ બનાવી છે. એવું બની શકે કે ત્યાં પાણીની કમી થઇ ગઇ હોય જેના લીધે ત્યાં આટલી મોટી કેનાલ બનાવવામાં આવી છે. આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે તો કોઇ નથી જાણતું. પણ તે વાતથી વૈજ્ઞાનિકોના મનમાં ઘણા સવાલો ઉભા થયા.

  • શું ખરેખર મંગળ પર પાણી છે…?
  • શું પાણીની સાથે..સાથે..ત્યાં જીવન પણ છે…?

આવા જ અનેક રહસ્યો પરથી પરદો ઉઠાવવા માટે વૈજ્ઞાનિકોએ મંગળના પ્રોજેકટ શરૂ કર્યા. તેમાંથી એક પ્રોગ્રામ હતો અમેરીકાનો માર્સ રોવર કયુરીયોસીટી માનવ માટે આ એક મહત્વપૂર્ણ મિશન હતું. જેનાથી મંગળ પર જીવનની સંભાવનાઓને તપાસવામાં આવનારી હતી. દુનિયા માટે આ તદ્દન નવી જાણકારી હતી. અને તેટલી જ રોચક પણ હતી..કે ખરેખર શું પૃથ્વીની બહાર પણ કંઇ હોઇ શકે છે…?

અત્યાર સુધીમાં માનવી દુનિયાની બહાર ચંદ્ર અને મંગળ સુધી પહોચી ગયો છે. અને હવે…મંગળ ગ્રહ પર ઘર વસાવવાની વાત થઇ રહી છે. આમ તો આવી વાત નવાઇ લગાડે તેવી છે.. એક કલ્પના જેવી છે. પણ વિજ્ઞાને બધી કલ્પનાઓને હકીકમાં ફેરવી નાંખી છે.