સંબોધન/ આનંદીબેનના આશિર્વાદ હંમેશા મારા પર રહયા છે: નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, સી.આર પાટીલ સહિતનાં તમામ નેતાઓ જેમને મારી ઉપર વિશ્વાસ મુક્યો અને મને આ લાયક બનાવ્યો તે સૌનો હું ખુબ આભારી છું. ભુપેન્દ્રભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે, આનંદીબેનના આશિર્વાદ હંમેશા મારા પર રહયા છે

Top Stories Gujarat Others Trending
ભુપેન્દ્રભાઈ

લાંબી ચર્ચા વિચારણાને અંતે રાજ્યના મુખ્યમંત્રી પદનો તાજ ભુપેન્દ્રભાઈ પટેલને સિરે મુકવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ વાર તેમને સંબોધન કર્યું છે. આ સંબોધનમાં તેમને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, સી.આર પાટીલ સહિતનાં તમામ નેતાઓ જેમને મારી ઉપર વિશ્વાસ મુક્યો અને મને આ લાયક બનાવ્યો તે સૌનો હું ખુબ આભારી છું. ભુપેન્દ્રભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે, આનંદીબેનના આશિર્વાદ હંમેશા મારા પર રહયા છે.વધુમાં તેમને જાણવું હતું કે, નવેસરથી કામગીરી પ્લાન કરીશું. સંગઠન સાથે બેસીને આયોજન કરીશું.અને ગુજરાતના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપીશું.

તો આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીએ જણાવ્યું હતું કે, આવતીકાલે ફક્ત ભુપેન્દ્રભાઈ પટેલ શપથ લેશે. અન્ય મંત્રીઓના શપથ અંગે પછી વિચારણા કરાશે. સિનિયર આગેવાનોને સરકારમાં તક મળે તેવા પ્રયાસ કરીશું.

નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ આજે ત્રિમંદીર જશે. ત્રિમંદીર ખાતે શીશ ઝુકાવશે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનમાં આસ્થા ધરાવે છે. અને આવતીકાલે માત્ર ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી તરીકે લેશે શપથ.

આ પણ જુવો : 

Gujarat New CM / પાલિકા પ્રમુખથી ગુજરાતના નાથ સુધીની સફર ખેડનાર ભુપેન્દ્ર પટેલ જાણો કોણ છે ?