દ્વારકા/ મહાનગરપાલિકાઓ બાદ દ્વારકામાંથી નોન વેજની લારીઓ દુર કરવાની ધનરાજ નથવાણીની માંગ

અમદાવાદ જિલ્લા ક્લેક્ટરની કચેરી બહાર લારી-પાથરણાવાળાઓએ પ્લે કાર્ડ દર્શાવી સરકારના આ નિર્ણય સામે ભારે વિરોધ નોંધાવ્યો

Gujarat
Untitled 201 મહાનગરપાલિકાઓ બાદ દ્વારકામાંથી નોન વેજની લારીઓ દુર કરવાની ધનરાજ નથવાણીની માંગ

ગુજરાતમાં  મહાનગરપાલિકાઓ દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે નોન-વેજ અને ઈંડાની લારીઓને જાહેર જગ્યા એ ઉભી રહેવાની મનાઈ ફરમાવતા  લારી ચાલકોમાં  રોષ જોવા મળી રહ્યો છે. આ નિયમથી ઘણા લોકોની રોજીરોટીનો પ્રશ્ન ઉદભવે . ત્યારે આ નિયમના લીધે સમગ્ર રાજયમાં  વિવાદ ઉભો  થયેલો જોવા મળી રહ્યો છે . સૌથી  પહેલા  રાજકોટ નગરપાલિકાએઆ આદેશ કર્યો હતો તેની બાદ વડોદરા, સુરત અને અમદાવાદ, ભાવનગર માં પણ આનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ત્યારે  દ્વારકાના  દેવસ્થાન સમિતિના ધનરાજ નથવાણીની માગ છે કે રૂક્ષમણી મંદિર રોડ પરથી હટાવાય નોનવેજની લારીઓ.તેઓએ કરીને ઉઠાવ્યો  હતો આ મુદો. તેમજ દ્વારકા કલેક્ટર અને મામલતદાર સમક્ષ માગ પણ તેઓએ કરી હતી.જો કે દેખાય નહિ તે રીતે અને લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતે વેચાણ કરી શકાય છે. જો કે મનપાના આ આદેશનો આ લારીવાળા વિરોધ કરી રહ્યા છે.જેમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, વડોદરા અને ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશને પણ ફૂટપાથ કે જાહેરમાં નોન વેજની લારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ફુટપાથ પર ઘંઘો કરનારાઓને ભૂમાફિયાઓ સાથે સરખાવ્યા તો લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ તેનો સખત વિરોધ કર્યો

અમદાવાદ જિલ્લા ક્લેક્ટરની કચેરી બહાર લારી-પાથરણાવાળાઓએ પ્લે કાર્ડ દર્શાવી સરકારના આ નિર્ણય સામે ભારે વિરોધ નોંધાવ્યો.આ વિરોધ કરનારા લારી-પાથરણાવાળાઓને કોંગ્રેસે પણ ટેકો આપ્યો છે..