સુરત/ લાજપોરના આ કુખ્યાત કૌંભાડી પર લાગ્યો વધુ એક આરોપ, જાણીને તમે પણ કહેશો..

સુરતના લાજપોર ગામમાં ઉતારા મહોલ્લામાં 77 વર્ષના વૃદ્ધ ફાતેમા અહમદ પટેલ રહેતા હતા ફાતેમા અપરણિત હતા. તેથી તેમને પોતાની બહેનના દીકરા ઈરફાન સુલેમાનના નામ પર લાજપોરમાં બ્લોક નંબર 23 અને 30 વાળી ચાર એકરની જમીનની વીલ કરાવવાનો નિર્ણય કર્યો હતો.

Gujarat Surat
લાજપોરના

@અમિત રૂપાપરા 

સુરતના લાજપોરના કુખ્યાત એવા ઇલિયાસ કાસુજીએ 77 વર્ષના વૃદ્ધાની જમીન પચાવી પાડી હોવાનો એક મામલો સામે આવ્યો છે. ઇલ્યાસે વૃદ્ધના મૃત પિતા અને દાદીના બોગસ દસ્તાવેજો ઉભા કરીને આ કૌંભાડને અંજામ આપ્યું હતું. મહત્વની વાત છે કે, લાજપોરમાં જમીન કૌભાંડી અને માટી ચોર તરીકેની છાપ આ ઇલ્યાસ કાસુજી ધરાવે છે. હવે તેનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. આ મામલે ઇલ્યાસ સહિત છ લોકોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે.

સુરતના લાજપોર ગામમાં ઉતારા મહોલ્લામાં 77 વર્ષના વૃદ્ધ ફાતેમા અહમદ પટેલ રહેતા હતા ફાતેમા અપરણિત હતા. તેથી તેમને પોતાની બહેનના દીકરા ઈરફાન સુલેમાનના નામ પર લાજપોરમાં બ્લોક નંબર 23 અને 30 વાળી ચાર એકરની જમીનની વીલ કરાવવાનો નિર્ણય કર્યો હતો. 77 વર્ષના વૃદ્ધા ફાતેમા દ્વારા જ્યારે આ બાબતે ગ્રામ પંચાયતમાંથી દસ્તાવેજો કઢાવવામાં આવ્યા ત્યારે તેમના પગતળેથી જમીન ખસી ગઈ હતી કારણ કે, સાત 7/12ના ઉતારામાં આ જમીન 2004માં અમૃત દેવચંદ પટેલ નામના વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવી હોવાની વિગતે તેમના ધ્યાન પર આવી હતી.

તો તેમને એવી પણ માહિતી મળી હતી કે ઘરડા મોહલ્લામાં રહેતા ઇસ્માઈલ યુસુફના નામ પર આ વૃદ્ધાના પિતા દાદી અને ફઈ સહિતના પિતૃકોનો પાવર આપ્યાનો ઉલ્લેખ પણ હતો. પોતાની જ જમીન બીજાના નામે થઈ ગઈ હોવા મામલે વૃદ્ધાએ ન્યાય માટે પોલીસ ફરિયાદ કરી હતી. મહત્વની વાત છે કે વૃદ્ધ ફાતેમાના દાદીનું 1993માં, પિતાનું 2001માં મૃત્યુ થયું હતું અને દાદી અને પિતાના મૃત્યુ બાદ 2004માં કઈ રીતે જમીનના પાવર યુસુફના નામે આવ્યા તે બાબતે એક સવાલ ઉભો થયો હતો. આ બાબતે ફાતેમા દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર જમીન કૌભાંડ અને કુખ્યાત રેતી ચોર તરીકેની છાપ ધરાવતો ઇસ્માઈલ છે. ત્યારબાદ પોલીસે વધુ તપાસ ઈસ્માઇલે ખોટા પાવર બનાવી બોગસ દસ્તાવેજોમાં નોટરી કરાવી નોટરી રામપાલ સાથે મળી આ કાવતરું રચ્યું હતું અને આ સમગ્ર મામલે સચિન પોલીસે ઇલ્યાસ કાસુજી, ઇસ્માઈલ બુલબુલિયા અને સાક્ષી તરીકેની સહી કરનાર અઝરૂદ્દીન નવાબ, સાદીર અન્સારી અને અબ્દુલ અનવરની ધરપકડ કરી છે.

આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો

આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV

આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો

આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ