અશોભનીય બનાવ/ વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હોવાને કારણે પરિસ્થિતિ તંગ બની હતી. રામનવમી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવી હતી.

Top Stories Gujarat Vadodara
પથ્થરમારો

દેશભરમાં આજે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા સ્થળોએ ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાનો બનાવ બન્યો હોવાનું ફરી સામે આવ્યું છે. વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રામ નવમીએ નીકળેલી શોભાયાત્રા પર આજે સવારે પથ્થરમારો થયો હતો. જે પછી આજે બપોરે અહીંથી જ પસાર થતી વધુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થવાની ઘટના બની છે. જણાવી દઈએ કે, પથ્થરામારાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ખૂબ જ તંગ જોવા મળી રહ્યું છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં ત્રણથી ચાર જેટલા લોકો ઘાયલ થયા છે.

જણાવીએ કે,પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે ફરી એક વખત પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસ માટે જાણે શોભાના ગાંઠિયા બની ગયા હોય તેવી સ્થિતિ હતી. આ તરફ એક ટોળું છૂપાઈને પથ્થરમારો કરતું હતું ત્યાં બીજી બાજુ ખુલ્લે આમ પોલીસની બાજુમાં ઊભા રહીને લોકો પથ્થરમારો કરતા હોય તેવા પણ દૃશ્યો સામે આવ્યા છે. જોકે પોલીસે આ મામલે હવે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારે કાયદો કેટલાને પાઠ ભણાવી બતાવે છે તે જોવું રહ્યું કારણ કે આ વડોદરાના એવા કેટલાક સંવેદનશીલ વિસ્તારો પૈકીનો એક છે જ્યાં દર થોડા વર્ષોમાં રાયોટિંગના બનાવો બનતા રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આજે જ વડોદરાના અતિ સંવેદનશીલ ગણાતા ફતેપુર વિસ્તાર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. શહેરમાં નિકડનાર રામનવમીની અન્ય શોભાયાત્રાને લઈ અન્ય કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. હાલમાં શહેરમાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનાવમીને લઈ શોભાયાત્રા ઓ નીકળવામાં આવી રહી છે ત્યારે આ શોભાયાત્રામાં આ ઘટના સામે આવી હતી.

વિશ્વહિંદુ પરિષદના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઇ રહી હતી. તે સમયે પાંજરીગર મહોલ્લામાંથી પથ્થર મારો શરૂ થયો હતો. જો વિએચપીના કાર્યકરોની આ બનાવમાં ધરપકડ કરવામાં આવશે તો વડોદરા ભડકે બળશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થર મારો થયો હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાને પગલે હાલમાં શહેરમાં ઠેર ઠેર પોલીસનું સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને હાલમાં શાંતિ છે.

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રાજ્યમાં આગામી ત્રણ માસમાં વધુ ૧૨૭ ફરતાં પશુ દવાખાના કાર્યરત કરાશે

આ પણ વાંચો:જાણો, ગુજરાતમાં ક્યાં બનાવવામાં આવ્યું વિશ્વનો સૌથી મોટો વડાપાવ, આટલા કિલોગ્રામ છે વજન

આ પણ વાંચો:અમદાવાદમાં આઇપીએલ પ્રેક્ષકો માટે મેટ્રો રાત્રે દોઢ વાગ્યા સુધી દોડશે

આ પણ વાંચો:અમદાવાદમાં ઇસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરીડોર બનશે