ભરૂચ/ અંકલેશ્વર GIDCમાં બની વધુ એક દુર્ઘટના, દીવાલ ધરાશાયી થતા ચાર લોકોના મોત

અંકલેશ્વર GIDCમાં આવેલી પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ દીવાલ ધરાશાયી થઇ હતી.

Gujarat Others
અંકલેશ્વર

ભરૂચ જીલ્લામાં આવેલા અંકલેશ્વર GIDCમાં આવેલી કેમિકલ કંપનીઓમાં બ્લાસ્ટની અનેક ઘટનાઓ સામે ચુકી છે, ત્યારે આ વચ્ચે જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાના કેસમાં મહા વિસ્ફોટ , 24 કલાકમાં કોરોનાના 3350 કેસ નોંધાયા

હકીકતમાં, અંકલેશ્વર GIDCમાં આવેલી પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ દીવાલ ધરાશાયી થઇ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણ કામદારોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, અંકલેશ્વર GIDCમાં આવેલી પ્લાસ્ટોકોન કંપની પ્લાસ્ટિકની ટાંકીઓ, પેલેટ્સ અને મોડુયલરો બનાવે છે, જેમાં આ કંપનીમાં કન્સટ્રક્સનનું કામ ચાલી રહ્યું હતું, જેમાં 6 ફૂટની દીવાલ ઉપર ઇંટો મૂકી ચણતર કરી રહ્યા હતા. જો કે આ દરમિયાન દીવાલ તૂટી પડી હતી અને આ ઘટના બની હતી.

આ પણ વાંચો:કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10મી એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

આ ઘટના બન્યા બાદ કંપનીમાં દોળધામ મચી હતી અને આમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તરત જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજી બાજુ આ સાથે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.

ભરૂચ અંકલેશ્વર GIDCમાં સમયાંતરે દુર્ઘટનાઓ ઘટતી રહે છે ક્યારેક આગ લાગવાની ઘટના તો ક્યારેક દીવાલ ધસી પડવાની તો ક્યારેક ગેસ ગળતર. ક્યારેક ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળે છે.ત્યારે, મોટા ભાગે તેમાં શામીકોએ જ વેઠવાનું આવે છે. ના કોઈ કાયદા, કે નાં કોઈ પાલન. ના કોઈ શ્રમિકોને મહેનતાણું કે નાં તો કોઈ વળતર. માત્ર મજૂરીયા ગણીને ધંધો ચલાવતી આવી કંપનીઓ તરફ રોષ વધતો જાય છે.

આ પણ વાંચો:લીંબડીના ઘાઘરેટીયા ગામે પોલીસ અને SRP જવાનોની હાજરીમાં વીજ ચેકિંગ કરી રહેલી PGVCLની ટીમ ઉપર પથ્થરમારો

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રોડ પર અજાણ્યા વાહન ચાલેક રિક્ષાને ટક્કર મારતા 3 લોકોનાં ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો:રાજ્યમાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા, વરસાદનાં કારણે વહેલી સવારે Visibility થઇ ઓછી