IFFI 2022/ ઇઝરાયલી ફિલ્મમેકરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રોપગેન્ડા ગણાવતા અનુપમ ખેર ભડક્યા,જાણો શું કહ્યું…

ઇઝરાયલી ફિલ્મ મેકરે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર નિવેદન આપતા વિવાદ વધ્યો છે. ગોવામાં આયોજીત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) નો સમાપન થયો છે .

Top Stories Entertainment
4 1 13 ઇઝરાયલી ફિલ્મમેકરે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને પ્રોપગેન્ડા ગણાવતા અનુપમ ખેર ભડક્યા,જાણો શું કહ્યું...

ઇઝરાયલી ફિલ્મ મેકરે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર નિવેદન આપતા વિવાદ વધ્યો છે. ગોવામાં આયોજીત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) નો સમાપન થયો છે . IFFI ના સમાપન સમારોહમાં જ્યારે ફંકશન દરમિયાન ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રોપગેન્ડા અને અભદ્ર ગણાવવામાં આવી ત્યારે આ મામલે વિવાદ વકર્યો છે. ઈઝરાયેલના ફિલ્મ નિર્માતાએ કાશ્મીર ફાઇલ મામલે નાદવ લેપિડના પ્રોપગેન્ડા નિવેદન પર એક પછી એક સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ આવવા લાગી. હવે આ નિવેદન પર અભિનેતા અનુપમ ખેરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

અનુપમ ખેર કર્યું ટ્વિટ

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રચાર તરીકે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે- અસત્યની ઊંચાઈ ભલે ગમે તેટલી ઊંચી હોય, સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે. આ સાથે અભિનેતાએ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના પોતાના ફોટા પણ શેર કર્યા છે.

ઇઝરાયલી ફિલ્મમેકરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ પ્રોપગેન્ડા’ ગણાવી

ઈઝરાયલી ફિલ્મમેકરે ફિલ્મ ફેસ્ટિવલ કાર્યક્રમ દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કાર્યક્રમમાં ફિલ્મ બતાવવામાં આવતા તેઓ નારાજ અને આશ્ચર્યચકિત થયા  હતા. નિર્માતાએ વધુમાં કહ્યું કે આ બધું પ્રચાર જેવું લાગતું હતું. આ પછી નાદેવ લેપિડનું આ નિવેદન ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થયું હતું.

અભિનેતા દર્શન કુમારનું નિવેદન

આ નિવેદન પછી જ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી હતી. જે બાદ એક પછી એક ફિલ્મના મેકર્સ અને કલાકારોના નિવેદનો સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, અભિનેતા દર્શન કુમારે પણ આ નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે આ હકીકતને નકારી શકાય નહીં કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક એવી ફિલ્મ છે જે એક સામાન્ય કાશ્મીરી પંડિતની દુર્દશા દર્શાવે છે.

મોટા સમાચાર/જૂનાગઢમાં લઠ્ઠાકાંડની આશંકા વચ્ચે બે લોકોના મોત, DYSP કાફલા સાથે સિવિલ હોસ્પિટલમાં