આવેદનપત્ર/ વસીમ રીઝવીના વિરોધમાં વેજલપુરમાં અપાયું આવેદનપત્ર, સખી એકતા ફાઉન્ડેશન દ્વારા કરાઈ ખાસ માગ

ભાવેશ રાજપૂત,મંતવ્ય ન્યુઝ-અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સખી એકતા ફાઉન્ડેશન દ્વારા વસીમ રિઝવીની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આવેદનપત્રમાં એવો આક્ષેપ કરાયો છે કે ઇસ્લામ ધર્મ તથા તેના મહાન તથા પવિત્ર પુસ્તક કુરાન શરીફની આયાતોને ખોટી રીતે કોમવાદી માહોલ ઊભો કરવાનો તથા ધાર્મિક કટ્ટરતા ફેલાવી સમગ્ર મુસ્લિમ સમુદાય અને ઇસ્લામ ધર્મ અને તેની પવિત્ર પુસ્તક કુરાને શરીફનું […]

Ahmedabad Gujarat
IMG 20210316 WA0029 વસીમ રીઝવીના વિરોધમાં વેજલપુરમાં અપાયું આવેદનપત્ર, સખી એકતા ફાઉન્ડેશન દ્વારા કરાઈ ખાસ માગ

ભાવેશ રાજપૂત,મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

વેજલપુર પોલીસ સ્ટેશનમાં સખી એકતા ફાઉન્ડેશન દ્વારા વસીમ રિઝવીની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આવેદનપત્રમાં એવો આક્ષેપ કરાયો છે કે ઇસ્લામ ધર્મ તથા તેના મહાન તથા પવિત્ર પુસ્તક કુરાન શરીફની આયાતોને ખોટી રીતે કોમવાદી માહોલ ઊભો કરવાનો તથા ધાર્મિક કટ્ટરતા ફેલાવી સમગ્ર મુસ્લિમ સમુદાય અને ઇસ્લામ ધર્મ અને તેની પવિત્ર પુસ્તક કુરાને શરીફનું અપમાન કરી ધાર્મિક લાગણી દુભાવી છે કુરાન શરીફની આયાતો ને ફેરફાર કરવાની વાત કટ્ટરવાદીઓ સાથે મળીને વસીમ રિઝવી દ્વારા ખોટી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે તે અરજી રદ કરવામા આવે.

IMG 20210316 182008 વસીમ રીઝવીના વિરોધમાં વેજલપુરમાં અપાયું આવેદનપત્ર, સખી એકતા ફાઉન્ડેશન દ્વારા કરાઈ ખાસ માગવધુમાં ફરિયાદમાં એવું લખાયું છે કે અલ્લાતાલાએ કુરાને શરીફના રક્ષણની જવાબદારી પોતાના ઉપર રાખી છે માટે શક્ય જ નથી કે કોઈ માણસ સત્તા શાસન કે વિશ્વના બધા મનુષ્યો મળીને તેમાં ફેરફાર કરી શકે જે ધાર્મિક પુસ્તક કુરાને શરીફમાં માનવતાના તમામ મૂલ્ય જોડાયેલા છે અને તે પુસ્તકમાં ફક્ત મુસ્લીમ કોમ જ નહીં પરંતુ માનવતા સાથે જોડાયેલા તમામની આસ્થા જોડાયેલી છે અને તેવા ધર્મગ્રંથમાં ધર્મનિરપેક્ષ ભારત દેશમાં ચેલેન્જ કરી શકાતું નથી ઉપરોક્ત ઇસમો દ્વારા ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા માટે ખોટી હરકત કરી હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ભારતમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તો તે હેતુથી આ આવેદનપત્ર અપાયું હતું.