Not Set/ મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર: ખુલ્લેઆમ દારૂના વેચાણ પર પોલીસે આપ્યા તપાસના આદેશ

અરવલ્લી, અરવલ્લીમાં ચાલતી દેશી દારૂની હાટડીઓ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઇ હતી. આ અહેવાલ સૌ પ્રથમ મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની પર એસપી કે.એન.ડામોરે એલસીબીને તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લીના બાયડ ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમે છે.   ખુલ્લેઆમ દેશીની ધમધમતી હાટડીઓ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઇ હતી. […]

Top Stories
arvlidaru મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર: ખુલ્લેઆમ દારૂના વેચાણ પર પોલીસે આપ્યા તપાસના આદેશ

અરવલ્લી,

અરવલ્લીમાં ચાલતી દેશી દારૂની હાટડીઓ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઇ હતી. આ અહેવાલ સૌ પ્રથમ મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની પર એસપી કે.એન.ડામોરે એલસીબીને તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લીના બાયડ ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમે છે.

 

ખુલ્લેઆમ દેશીની ધમધમતી હાટડીઓ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઇ હતી. તમે દ્રશ્યોમાં જોઇ શકો છે કે કેવી રીતે બુટલેગરો એક ડોલમાં દેશી દારૂ ભરીને આવે છે અને એક છાપરાવાળી રૂમમા મૂકે છે. રૂમમાં એક નહીં પરંતુ બે થી ત્રણ જેટલા ઇસમો જોવા મળે છે.

સરકાર દ્વારા દારૂબંધીના અમલ માટે પણ કડક નિર્ણય અમલમાં લાવી છે. તેમ છતાં પણ કેમ આવી રીતે બાયડ તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ધમધમે છે. તેવા અનેક પ્રશ્નો સત્તાવી રહ્યા છે. પરંતુ હાલ તો એસપી કે.એન.ડામોરે તપાસના આદેશ આપીને બુટલેગરોનો પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હવે પોલીસ ક્યારે બુટલેગરોને પકડશે અને ક્યારે  કડક કાર્યવાહી હાથ ધરશે તે પર સૌ કોઇની નજર મંડાયેલી છે.