ગુજરાત/ તમે ખરીદેલા મોબાઇલ ફોન ચોરી કે લૂંટના તો નથી? સુરત ક્રાઈમ બ્રાન્ચે 21 મોબાઇલ સાથે દુકાનદારની કરી ધરપકડ 

લૂંટારૂ અને સ્નેચરો પાસેથી ખરીદેલા મોબાઇલ ગ્રાહકોને વેચનાર દુકાનદાર 21 મોબાઇલ સાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો.

Gujarat Surat
મોબાઈલ ફોન

@અમિત રૂપાપરા 

સુરતના સચિન-પાંડેસરા વિસ્તારમાં મોબાઇલ ફોનની લુંટ વિથ મર્ડર તથા લુંટના ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ અગાઉ કરેલ લુંટ તથા સ્નેચીંગ કરેલ મોબાઇલ ફોન ખરીદ કરનાર દુકાનદારને લુંટના 21 મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યો છે. આ મોબાઇલની કિંમત 2,02,000 રૂપિયા થવા પામે છે.

તારીખ 12/04/2023ના રોજ સચીન GIDC વિસ્તારમાં વિકાસ ઉર્ફે સૌરભ ચતુરવેદિ તથા સત્યમસિંગ ઉર્ફે ગોલુ અને રોહિત ઉર્ફે ટી.ડી. યાદવ સાથે મોટર સાયકલ ઉપર નિકળી રાત્રીના સમયે સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ ઉપરથી મોબાઇલ ફોનની લુંટ કરતી વખતે એક ઇસમને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી દિધુ હતું. જે ઇસમનું મોત થયું હતું. તેમજ તે રાત્રીમાં સચીન જી.આઇ.ડી.સી વિસ્તારમાં એક ઇસમને ચપ્પુના ઘા મારી તેની પાસેથી મોબાઇલ ફોનની લુંટ કરી હતી અને સચીન જી.આઇ.ડી.સી વિવેક ટેક્ષટાલ્સના ગેટ પાસેથી પણ એક ઇસમને ચપ્પુના ઘા મારી મોબાઇલ ફોનની લુંટ કરી હતી. આ બાબતે સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયો હતો.

સચિન પોલીસ સ્ટેશનમાં લુંટ વિથ મર્ડર તથા સચીન GIDC પોલીસ સ્ટેશનમાં લુંટનો ગુનો દાખલ થયો હતો. ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાંચના ટીમના પોલીસ માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સચીન GIDC ગૌતમનગરમાં આવેલ ‘રૂદ્ર મોબાઇલ સર્વિસ સેન્ટર’ નામના દુકાનદાર અરવિંદ બબન મોર્યાને મોબાઇલ ફોનની દુકાનમાંથી અલગ અલગ કંપનીના આધાર પુરાવા વગરના મોબાઇલ 21 ફોનના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ મુદ્દામાલની કિંમત  2,02,000 થવા પામે છે.

પોલીસ દ્વારા આઈસમની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે અગાઉ તેની સાથે તેજોદય કંપનીમાં કામ કરતો નિતિન ઉર્ફે નિખીલ ચંદ્રકાંત ચોબે તેની દુકાન પર આવી ઋષિકેશ રવિન્દ્રનાથ મિશ્રા તથા આકાશ તથા વિકાસ ઉર્ફે સૌરભ ઉર્ફે સૌરભ તથા વિજય પ્રતાપ ચર્તુવેદી તથા સત્યમસિંગ ઉર્ફે ગોલુ રાધેશ્યામ સિંગ તથા રોહિત ઉર્ફે ટી.ડી. અચ્છેલાલ યાદવ તથા ઉતકર્ષ રાજપુત મોટર સાયકલ પર ફરી મોબાઇલ ફોનની લુંટ તથા ચોરીઓ કરે છે અને ચોરી કરેલ મોબાઇલ ફોન વેંચાણથી આપવાના છે તેમ વાત કરતા. હાલ પોલીસના હાથે પકડાયેલ ઇસમ અરવિંદ મોર્યા તેની સાથે સહમત થયો હતો. ત્યારબાદ આ ઇસમોને અરવિંદ મોર્યા સાથે ઓળખાણ પણ કરાવી હતી અને છેલ્લા છએક માસથી આરોપીઓ અલગ અલગ સમયે લુંટ તથા ચોરી કરેલ મોબાઇલ ફોન દુકાનદારને વેંચતા હતા. અને દુકાનદાર અરવિંદ મોર્યા આ મોબાઇલ અન્ય ગ્રાહકોને વેચી દેતો હતો.

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?