Troubled/ શું તમે તમારા ઘરમાં કીડીઓના આતંકથી પરેશાન છો? અજમાવો આ ટિપ્સ

કીડીઓથી કુદરતી રીતે છુટકારો મેળવવાનો આ સરળ ટિપ્સ છે.

Lifestyle Tips & Tricks
Untitled design 3 શું તમે તમારા ઘરમાં કીડીઓના આતંકથી પરેશાન છો? અજમાવો આ ટિપ્સ

ઉનાળામાં ઘણીવાર કાળી-લાલ કીડીઓ મીઠી ખાદ્ય વસ્તુઓ પર ક્યારેક દિવાલો તો ક્યારેક ઘરના ખૂણાઓ પર ફરતી જોવા મળે છે. આ કીડીઓ માત્ર રસોડામાં રાખેલી વસ્તુઓને બગાડે છે પરંતુ કેટલીકવાર તે પથારીમાં પણ ચઢી જાય છે. ઘરમાં રખડતી આ કીડીઓથી છૂટકારો મેળવવા માટે મહિલાઓ બજારમાં મળતી કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ આ કેમિકલ તમારા હાથની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. ચાલો તમને જણાવીએ કીડીઓથી છૂટકારો મેળવવા માટે કઈ ટિપ્સ મદદ થશે.

કીડીઓને ભગાડવામાં પણ આ ઉપાયો અસરકારક છે

સૌપ્રથમ એક સ્પ્રે બોટલમાં એક કપ પાણી ભરો, તેમાં બે ચમચી લિક્વિડ ડેટોલ અને એક ચમચી હિંગનો પાવડર મિક્શ કરીને બોટલને ઢાંકીને સારી રીતે હલાવો. તે બાદ જ્યાં પણ તમને કીડીઓ દેખાય ત્યાં આ પ્રવાહીનો છંટકાવ કરો.

લીંબુ
કીડીઓથી છુટકારો મેળવવામાં લીંબુનો ઉપાયોગ પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપાય કરવા માટે લીંબુની છાલ એ જગ્યાએ રાખો જ્યાં કીડીઓ સૌથી વધુ આવે છે. લીંબુની ગંધથી કીડીઓ ભાગવા લાગશે.

મીઠું
મીઠાથી કીડીઓ દૂર ભાગે છે. ઘરના ખૂણે કે જ્યાં કીડીઓ આવે છે ત્યાં મીઠું છાંટવું જોઈએ. કીડીઓથી કુદરતી રીતે છુટકારો મેળવવાનો આ સરળ ઉપાય છે. આ ઉપાય કરવા માટે, પાણીમાં મીઠું ઉકાળો, તેને સ્પ્રે બોટલમાં ભરો અને ઘરની દરેક જગ્યા પર છંટકાવ કરો જ્યાંથી કીડીઓ આવે છે.

ફુદીનો
તમે ફુદીનાની સુગંધ પંસદ કરો છો, પરંતુ કીડીઓ તેનાથી દુર ભાગે છે. ફુદીનો એ કુદરતી રીતે જંતુઓથી બચાવે છે. તેનો ઉપયોગ કીડીઓ સહિત ઘણા જંતુઓને દૂર કરવા માટે થઈ શકે છે. આ ઉપાય કરવા માટે તમે પેપરમિન્ટ આવશ્યક તેલનો ઉપયોગ કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : તમારા બાળકો વધુ પડતુ ‘મીસ બિહેવ’ કરતા હોય, તો તેને સુધારવા આ 5 સરળ ટિપ્સ અજમાવો

આ પણ વાંચો : જાણો રેડ ફ્લેગ રીલેશનશીપ શું છે આ ચિહ્નો દર્શાવે છે કે તમારો સંબંધ કેવો છ

આ પણ વાંચો : માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે 5 ઘરેલું ઉપાય અપનાવો

આ પણ વાંચો: દંપતીમાં છૂટાછેડા થવાનું આ કારણ જાણી તમે પણ ચોંકી જશો