Rajkot/ રાજકોટના ખોડિયાર નગરમાં ગેસ ગળતરથી 100 જેટલા પરિવાર મુશ્કેલીમાં મુકાયા

અત્યારે પ્રદુષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, એવામાં રાજકોટના ખોડીયાર નગરમાંથી ગેસ ગળતરની ઘટના સામે આવી હતી

Gujarat Rajkot
Around 100 families were put in trouble due to gas leakage in Khodiyar town of Rajkot

અત્યારે પ્રદુષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, એવામાં રાજકોટના ખોડીયાર નગરમાંથી ગેસ ગળતરની ઘટના સામે આવી હતી. જેના કારણે ત્યાં રહેતા લોકોને તેને અસર થતા શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. લગભગ ૧૦ જેટલા લોકોને તેની અસર થઇ હતી ત્યારબાદ તાત્કાલિક તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રહેણાક વિસ્તારમાં કારખાનાના સામે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

રહેણાંક વિસ્તારમાં જ કારખાના હોવાથી વારંવાર આ તકલીફ પડતી હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ ગંભીર હતી.તેથી આ તમામને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં આસપાસ કેટલાક લોકોના ઘર પણ આવેલા છે અને અહિયાં જ કારખાના પણ છે જેના કારણે અનેક લોકોને ઝેરી ગેસની અસર થઇ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ત્યાના લોકોએ કારખાના સામે મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે લોકોએ થોરાળા પોલીસને રજૂઆત કરી હતી.

આ ઉપરાંત મળતી માહિતી અનુસાર વસંત ઓર્નામેન્ટ નામના કારખાનામાંથી આ ઝેરી વાયુ નીકળતો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે રહેણાંક વિસ્તારના લોકોને ખુબ જ પરેશાની વેઠવી પડી હતી. થોડીક લાપરવાહી કે બેદરકારી ત્યાં રહેતા 100 જેટલા પરિવારોને મોંઘી પડી હતી. છેલ્લા સાડા ત્રણ મહિનાથી આ ફેક્ટરી શરૂ થઈ છે. સ્થાનિક લોકો દ્વારા ત્રણ મહિનાથી રજૂઆતો કરવામાં આવી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ મુલાકાત લેવાની જરૂર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

વસંત ઓર્નામેન્ટના ભાગીદાર ઉમેશભાઈ પરમારે કહ્યું હતું કે અમે અહીંથી કારખાનું આજી વસાહતમાં શિફ્ટ કરી દઈએ છીએ. કંપનીના માલિકે પોતાની ભૂલ સ્વીકારી અને આજે જ કારખાનું બંધ કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચો:ગજબ/પ્લાસ્ટિકની સમસ્યાનું સોલ્યુશન શોધ્યું આ વિદ્યાર્થીનીએ, બનાવ્યું 6થી 7 મહિનામાં નાશ થતુ બાયોપ્લાસ્ટિક

આ પણ વાંચો:CM-Education/શિક્ષણ પ્રણાલિ મૂલ્ય આધારિત હોય તો જ જીવનને ઉચ્ચસ્તરે લઈ જાયઃ ભુપેન્દ્રભાઈ પટેલ

આ પણ વાંચો:Crime/મુંદ્રામાં સામાજિક કાર્યકરની રાજકીય અદાવતમાં હત્યા 

આ પણ વાંચો:PM Modi-North Gujarat/નર્મદાના પાણીથી પાણીદાર બન્યું ઉત્તર ગુજરાતઃ પીએમ મોદી