Crime Branch/ કાપડના વેપારી સાથે 4 કરોડની છેતરપીંડી કરનારની ધરપકડ, બનાવ્યો હતો આવો પ્લાન 

અમદાવાદના વિવિધ કાપડના વેપારીઓ પાસેથી 3 ગઠીયાઓએ 4.75 કરોડનો કાપડનો માલ ખરીદ્યો હતો અને વેપારીઓને 2.09 કરોડ ચૂકવ્યા ન હતા અને કંપની બંધ કરીને…

Ahmedabad Gujarat
4 Crore fraudster Arrest

રવિ ભાવસાર (અમદાવાદ)

4 Crore fraudster Arrest: અમદાવાદના વિવિધ કાપડના વેપારીઓ પાસેથી 3 ગઠીયાઓએ 4.75 કરોડનો કાપડનો માલ ખરીદ્યો હતો અને વેપારીઓને 2.09 કરોડ ચૂકવ્યા ન હતા અને કંપની બંધ કરીને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ વિંગ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

કાલુપુરના રેવાડી માર્કેટમાં સન્ની વનારા, વિનુ વનારા અને નિકુલ વનારા નામના ત્રણ વ્યક્તિઓ કપડાનો વેપાર કરતા હતા. 2021માં બિઝનેસમાં રસ લીધા બાદ તેમણે નલિનકાંત પાસેથી લેડીઝ ડ્રેસ મટિરિયલ લીધું અને સમયસર પેમેન્ટ કર્યું. વિશ્વાસ કેલ્વીએ 4 ઓગસ્ટ, 2022 સુધીમાં રૂ. 55,79,741નો માલ ખરીદ્યો હતો, જેમાંથી રૂ. 16,25,741 ચૂકવવામાં આવ્યા છે, જ્યારે રૂ. 39,54,000 ચૂકવવામાં આવ્યા નથી. ત્રણેય ગુઠીયાઓએ માર્કેટ ચેકીંગ દરમિયાન અન્ય વેપારીઓ પાસેથી માલ ખરીદ્યો હતો અને પૈસા આપ્યા ન હતા.

સમગ્ર મામલામાં કાપડના વેપારીએ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના અનુસંધાનમાં પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે બે અલગ-અલગ ટીમો બનાવી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કેટલા અને વેપારીઓ છે તેની તપાસ ચાલુ છે. આ મામલે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: Political/ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની વિદાય લગભગ નિશ્ચિત! જાણો કોણ બની શકે છે અધ્યક્ષ

આ પણ વાંચો: anant ambani engagement/આજે રાધિકા સાથે અનંત અંબાણીની સગાઈ, સાંજે આ સ્થળ પર સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન

આ પણ વાંચો: Sparsh Mahotsav/ભૌતિકતાની સાથે આધ્યાત્મિક સમન્વય સાધીને જીવનનો વિકાસ કરી શકાયઃ ભુપેન્દ્રભાઈ પટેલ