Controversial statement/ પકડાયેલા સલમાન અઝહરીને અમદાવાદ એટીએસ ઓફિસ લવાયા

જૂનાગઢમાં ભડકાઉ ભાષણના મામલે મુંબઈના મૌલાના સલમાનને અમદાવાદ એટીએસની ઓફિસે લાવવામાં આવ્યા છે. હવે અમદાવાદથી સઘન સુરક્ષા વચ્ચે મૌલાનાને જૂનાગઢ લઈ જવામાં આવશે. આ માટે પોલીસની ટુકડી પણ બદલવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 05T115923.041 પકડાયેલા સલમાન અઝહરીને અમદાવાદ એટીએસ ઓફિસ લવાયા

અમદાવાદઃ જૂનાગઢમાં (Joonagadh) ભડકાઉ ભાષણના મામલે મુંબઈના મૌલાના સલમાન (Salman Azahari)ને અમદાવાદ એટીએસની ઓફિસે લાવવામાં આવ્યા છે. હવે અમદાવાદથી સઘન સુરક્ષા વચ્ચે મૌલાનાને જૂનાગઢ લઈ જવામાં આવશે. આ માટે પોલીસની ટુકડી પણ બદલવામાં આવશે. મુંબઈમાં મૌલાનાની ધરપકડ કરનારી પોલીસની ટુકડી તેને લઈને જૂનાગઢ નહી જાય, પણ અમદાવાદથી બીજી પોલીસ ટીમ તેને લઈ જશે.

તેના પછી એટીએસની ટીમ આરોપીનો કબ્જો જૂનાગઢ પોલીસને સોંપશે. મુફતી સલમાન અઝહરીને અમદાવાદમાં એટીએસ હેડક્વાર્ટર ખાતે સવારે સાડા અગિયાર વાગે લઈ જવામાં આવ્યા હતા. મૌલાના અઝહરીએ જૂનાગઢમાં સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમના આ ભાષણનો વિડીયો પણ ટ્વિટર પર વાઇરલ થયો છે. તેમા તે કહેતા સાંભળી શકાય છે કે અભી કુત્તો કા શાસન હૈ, એક દિન હમારા ભી આયેગા. આમ મૌલાનાએ સનાતન ધર્મ વિરોધમાં નિવેદન આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

મુંબઈ પોલીસે પણ આ મામલે મૌલાના સહિત બીજા બે લોકો સામે ફરિયાદ કરી છે. મુંબઈમાં તેમની ધરપકડ થતાં અઝહરીના સમર્થકોનો પોલીસ સ્ટેશન બહાર જમાવડો થયો હતો. તેના લીધે ઘાટકોપરમાં ગઇકાલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મૌલાનાએ તેમના સમર્થકોને શાંતિ માટે અપીલ હતી. મૌલાના સામે ભારતીય દંડસંહિતાની કલમ 155 બી અને 505 (2)ના હેઠળ કેસ નોંધાયો છે. તેની સાથે 153 બી હેઠળ ધાર્મિક સમૂહો વચ્ચે દુશ્મની વધારવા 505 (2) હેઠળ ભડકાઉ ભાષણ આપવાનો કેસ નોંધાયો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ