Delhi/ અરવિંદ કેજરીવાલને મળ્યા ભગવંત માન, પંજાબના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની લીધી સલાહ

પંજાબમાં સરકાર બનાવ્યા બાદ જ સીએમ ભગવંત માન સતત એક્શનમાં છે. ભગવંત માન પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ પંજાબના વિકાસ માટે દિલ્હીની AAP સરકારનું મોડલ અપનાવશે.

Top Stories India
અરવિંદ કેજરીવાલને મળ્યા ભગવંત માન

પંજાબમાં સરકાર બનાવ્યા બાદ જ સીએમ ભગવંત માન સતત એક્શનમાં છે. ભગવંત માન પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ પંજાબના વિકાસ માટે દિલ્હીની AAP સરકારનું મોડલ અપનાવશે. આ સંબંધમાં ભગવંત માન આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે ભગવંત માનને શહીદ ભગત સિંહ અને ભીમરાવ આંબેડકરની વિચારધારા પર સરકાર ચલાવવાની સલાહ આપી છે.

ભગવંત માનની સાથે રાજ્યસભામાં ચૂંટાયેલા પાર્ટીના પાંચ સાંસદો પણ અરવિંદ કેજરીવાલને મળવા આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં કહ્યું હતું કે, આપણે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે. આપણે ધ્યાનમાં રાખવાનું છે કે, કોઈપણ ભોગે આપણે આપણા લક્ષ્યને ભૂલીએ નહીં. આપણે શહીદ ભગતસિંહ અને ભીમરાવ આંબેડકરનાં સપનાં પૂરાં કરવાના છે.

ભગવંત માન ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. ભગવંત માન પહેલા સંસદ ગયા અને પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા. આ પછી ભગવંત માન પંજાબમાંથી ચૂંટાયેલા પાંચ રાજ્યસભા સાંસદો સાથે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા.

રાજ્યસભામાં આમ આદમી પાર્ટી મજબૂત બની છે

જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીને વધુ એક મોટી સફળતા મળી છે. આમ આદમી પાર્ટીના પાંચ સભ્યો રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, સંદીપ પાઠક, સંજીવ અરોરા અને અશોક મિત્તલ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે.

રાજ્યસભામાં હવે આમ આદમી પાર્ટીની સ્થિતિ મજબૂત થઈ છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના હાલમાં 8 સાંસદો છે. આટલું જ નહીં પંજાબમાંથી રાજ્યસભાની વધુ બે બેઠકો જુલાઈમાં ખાલી થવા જઈ રહી છે. આ બંને બેઠકો પણ આમ આદમી પાર્ટીના હિસ્સામાં જવાની ખાતરી છે.

આ પણ વાંચો:કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર માત્ર ક્રૂર વ્યક્તિ જ હસી શકે છે, કેજરીવાલ શહેરી નક્સલ છેઃ બીજેપી નેતા