Gujarat/ આડા સંબંધોનું પરિણામ મળ્યું મોત, પોલીસે હત્યારાને ઝડપી પૂછપરછ હાથ ધરી

રાજુલાનાં કુંડલીયાળા ગામે રહેતા દલિત યુવાન રસિક દાનાભાઈ વાળાના ઘરમાં ઘૂસી શિક્ષણ હથિયાર વડે હત્યાની ઘટનાને પગલે પોલીસે સ્થળ પર જઇ તપાસ કરી અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો…

Gujarat Others
Makar 129 આડા સંબંધોનું પરિણામ મળ્યું મોત, પોલીસે હત્યારાને ઝડપી પૂછપરછ હાથ ધરી

@પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અમરેલી

રાજુલાનાં કુંડલીયાળા ગામે રહેતા દલિત યુવાન રસિક દાનાભાઈ વાળાના ઘરમાં ઘૂસી શિક્ષણ હથિયાર વડે હત્યાની ઘટનાને પગલે પોલીસે સ્થળ પર જઇ તપાસ કરી અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો.

સાવરકુંડલાનાં મઢડા ગામમાં રહેતા મહેશ ઉર્ફે મેહુલ રવજીભાઈ ચૌહાણે છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસને માહિતી મળતા જુદી જુદી ટીમો બનાવી પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી તો આરોપી સાવરકુંડલાના મઢડા ગામ ના સ્મશાનમાં હોવાની માહિતી મળતા આરોપીને પકડી પૂછપરછ હાથ ધરી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માં આરોપી મહેશ ઉર્ફે મેહુલ ચૌહાણના જણાવ્યા મુજબ તેમની બહેન કુંડલીયાળા ગામ એ સાસરે હોય તેને મૃતક રસિક વાળા સાથે આડા સંબંધો હોય એ બાબતની અગાઉ પણ બંનેને બોલાચાલી થઈ હતી ત્યારે છેલ્લા થોડાક દિવસથી આરોપી કુંડલીયાળા ગામ એ જ રહેતો હોય તકનો લાભ લઇ આરોપી મહેશ રસિક વાળા નામના યુવાનની હત્યા નીપજાવી હતી ત્યારે ડુંગર પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહી છે.

Covid-19 / રાજ્યમાં ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, જાણો છેલ્લા 24 કલાકનાં …

Festival / મકરસંક્રાંતિ પર છવાયો કોરોના, આ પતંગ બજારમાં બન્યા આકર્ષણનું…

Gujarat / પૂર્વ CM માધવસિંહ સોલંકીનાં પાર્થિવદેહને અપાયું ગાર્ડ ઓફ ઓનર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો