વરરાજાની જિદ/ ફેરા સમયે જ કન્યા ભાગી જતા વરરાજા 13 દિવસ મંડપમાં બેસી રહ્યો

માંડવેથી ભાગી ગયેલી કન્યા માટે વરરાજા 13-13 દિવસ સુધી માંડવામાં  બેસી રહ્યો અને કન્યાની રાહ જોઈ અને જિદ પર ઉતરી આવ્યો કે કન્યાને પરણ્યા વગર પાછો નહી જાય.

Trending
Marriage ફેરા સમયે જ કન્યા ભાગી જતા વરરાજા 13 દિવસ મંડપમાં બેસી રહ્યો

આપણે લીલાતોરણે જાન પાછી જતી હોય તે સાંભળ્યું છે. Bridegroom approach પણ કોઈ વ્યક્તિ સામાન્ય રીતે જાન લઈને જાય અને ખબર પડે કે કન્યા તો પ્રેમી સાથે ભાગી ગઈ છે તો શું થાય. સામાન્ય સંજોગોમાં જાન પાછી વળે, પણ અહીં એક અજીબ કિસ્સો આવ્યો છે. તેમા માંડવેથી ભાગી ગયેલી કન્યા માટે વરરાજા 13-13 દિવસ સુધી માંડવામાં  બેસી રહ્યો અને કન્યાની રાહ જોઈ અને જિદ પર ઉતરી આવ્યો કે કન્યાને પરણ્યા વગર પાછો નહી જાય. તે રીતસર સાફો અને શેરવાની પહેરીને કન્યાના ઘરે બાંધેલા માંડવામાં બેસી ગયો અને કહ્યું કે હું અહીંથી લગ્ન કરીને જ જઇશ.

આ આખો કિસ્સો રાજસ્થાનના પાલી જિલ્લાનો છે.  આ લગ્નમાં Bridegroom approach વરરાજો 13 દિવસ સુધી માંડવામાં બેસીને દુલ્હનને રાહ જોતો રહ્યો. કારણ હતું દુલ્હન પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. વરરાજો 200 જાનૈયા લઈને આવ્યો હતો, તેણે જીદ પકડી હતી કે દુલ્હન લીધા વિના પાછો જશે નહીં. તે સાફો અને શેરવાની પહેરીને કન્યાના ઘરમાં પલાઠી વાળીને બેસી ગયો. કહ્યું કે, – ભલે ગમે તે થઈ જાય અહીંથી ડગીશ નહીં.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ મામલો પાલી જિલ્લાના Bridegroom approach બાલી ઉપખંડનો છે. અહીં સૈણા ગામના રહેવાસી એક શખ્સની દીકરી મનીષાના લગ્ન હતા. તેનો સંબંધ સિરોહી જિલ્લાના મણાદર ગામના રહેવાસી શ્રવણ કુમાર સાથે નક્કી થયા હતા. નક્કી થયેલા કાર્યક્રમ અનુસા, વરરાજ શ્રવણ જાનૈયાઓ સાથે ત્રણ મેના રોજ સેગા ગામ પહોંચ્યો. અહીં સુધી બધું બરાબર હતું. ચાર મેના રોજ સવારે ફેરા પહેલા સવારે છ વાગે પંડિતજીએ ફેરાની રસમ માટે દુલ્હનને મંડપમાં લાવવા માટે કહ્યું. પરિવારના લોકોએ કહ્યું કે, દુલ્હનની તબિયત ખરાબ છે અને તેને આવવામાં થોડો સમય લાગશે.

કન્યાના પિતાએ જણાવ્યું કે, પેટ દુખાવો અને ઉલ્ટીની વાત કહીને મનીષા Bridegroom approach મકાનની પાછળ બનેલી પાણીની એક ટાંકી પાસે જતી રહી. ત્યાં પહેલાથી જ ભરત કુમાર હતો. જે દૂરના સંબંધમાં તેનો પિતરાઈ ભાઈ થતો હતો. મનીષા તેની સાથે જતી રહી. ઘણી વાર સુધી મનીષા પાછી આવી નહીં તો માસીએ બહાર જઈને જોયું. પરિવારના લોકોએ ઘણી વાર સુધી મનીષાની રાહ જોઈ, પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. વરરાજા શ્રવણને આ વાત બતાવવામાં આવી તો, તેણે જિદ પકડી કે મનીષા સાથે લગ્ન કર્યા વિના ક્યાંય જશે નહીં. ઘણો સમય વીતી ગયો, પણ શ્રવણ માન્યો નહીં. દુલ્હનની રાહ જોવામાં તેણે પોતાની પાઘડી પણ ઉતારી નહીં અને મંડપમાં જ બેસી ગયો.

વરરાજાની જિદ જોઈ મનીષાના પિતાએ મોટો નિર્ણય લીધો. તેમણે Bridegroom approach કહ્યું કે, તે કોઈ પણ સંજોગોમાં દીકરીને શોધીને લાવશે અને શ્રવણ સાથે જ તેના લગ્ન કરાવશે. તેમના ઘરના આંગણામાં મંડપ સજાવેલ હતો. કેટલાય દિવસ સુધી શોધ્યા બાદ ખબર પડી કે, મનીષા પોતાના પ્રેમી સાથે ગુજરાતમાં છે. જાણ થતાં 15 મેના રોજ મનીષાને લેવા તેના પિતા ગુજરાતથી પાછા આવ્યા. રાહ જોઈ રહેલા વરરાજા સાથે 16 મેના રોજ મનીષાએ સાત ફેરા લીધા અને ત્યાર બાદ વિદાઈ થઈ. એકબાજુએ આપણે જરા ઝગડા માટે સગીરાની હત્યા થતી જોઈએ અને બીજી બાજુએ આ પ્રકારનો હકારાત્મક અભિગમ જોઈએ તો થોડી ઠંડક અનુભવાય છે.

 

આ પણ વાંચોઃ સ્ટેટ કેબિનેટ મીટિંગ/ આજની કેબિનેટ બેઠકમાં પીએમ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમની થશે સમીક્ષા

આ પણ વાંચોઃ પરિણામ/ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગયા વર્ષ કરતાં 13 ટકા ઓછું

આ પણ વાંચોઃ મુલાકાત/ PM મોદીએ કંબોડિયાના રાજા સાથે મુલાકાત કરી, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આપી ખાતરી આપી