Asaram rape case/ સંતનો ઝભ્ભો પહેરનાર આસારામ બળાત્કાર કેસમાં દોષિત, આવતીકાલે થશે સજાની જાહેરાત

ગાંધીનગર કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે. વર્ષ 2013ના દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત જાહેર. આસારામ હાલમાં જોધપુર જેલમાં બંધ છે.

Gandhinagar Top Stories Gujarat
આસારામ

સંતનો ઝભ્ભો પહેરનાર આસારામને બળાત્કાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આજે ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આસારામ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. બીજી તરફ અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. હવે આસારામની સજાની જાહેરાત આવતીકાલે (31 જાન્યુઆરી) થશે. આસારામને આજે વર્ચ્યુઅલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે 2013ના કેસમાં આસારામ પર સુરતની એક યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જ્યારે તેની નાની બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આસારામ ઉપરાંત તેમની પત્ની લક્ષ્મી, પુત્રી ભારતી અને ચાર મહિલા અનુયાયીઓ ધ્રુવબેન, નિર્મલા, જસ્સી અને મીરા આ કેસમાં આરોપી છે.

જેલમાં બંધ આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી. ત્યારબાદ સગીરા સાથે રેપનાં આરોપમાં જેલમાં બંધ આસારામ બાપૂને કોર્ટ પાસેથી જામીનની માંગ કરી હતી.

શું છે મામલો?

સુરતની બે બહેનોએ આશારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કરપ્યો હતો. ત્યારે બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદ નોંધી હતી. મોટી બહેનનો કેસ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 6 ઓક્ટોબર, 2013ના દિવસે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 10 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.

આ પણ વાંચો:મણિનગરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના બાંધકામથી સ્થાનિકોમાં ‘મલ્ટિપલ’ ડર

આ પણ વાંચો:ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે ગાંધીજીને અપાઈ ભજનો દ્વારા ભાવાંજલિ

આ પણ વાંચો:બોડેલીમાં દીપડાનો આતંક, બાળકને બનાવ્યો કોળીયો