અકસ્માત/ આસામમાં બસ સાથે અથડાઈ ટ્રક, 14ના મોત, 27થી વધુ ઘાયલ

આસામના ડેરગાંવમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. 45 લોકોને લઈ જતી બસ અને ટ્રક એક સાથે અથડાતા ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા

Top Stories India
  • આસામમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 14ના મોત અને 27 ઘાયલ
  • પિકનિક મનાવવા જઈ રહેલા લોકોની બસનો અકસ્માત
  • ગોલાઘાટના ડેરગાંવ પાસેના બાલીજાન ગામમાં બની ઘટના
  • ઘાયલોને સારવાર માટે JMCH હોસ્પિ. ખાતે ખસેડાયા

આસામના ડેરગાંવમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. 45 લોકોને લઈ જતી બસ અને ટ્રક એક સાથે અથડાતા ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા અને 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસ લોકોને પિકનિક પાર્ટી માટે તિનસુકિયાના તિલિંગા મંદિરમાં લઈ જઈ રહી હતી ત્યારે ડેરગાંવમાં તે એક ટ્રક સાથે અથડાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર બસમાં મુસાફરી કરી રહેલા લોકો 3 વાગે પિકનિક પાર્ટી માટે નીકળ્યા હતા. જ્યારે તેઓની બસ તેના ગંતવ્યની નજીક પહોંચી, ત્યારે તે કોલસાથી ભરેલી ટ્રક સાથે અથડાઈ. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા.

14 લોકોના મૃતદેહ મળી આવ્યા

અકસ્માતની માહિતી મળતા જ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ મુસાફરોને જોરહાટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે 14 મુસાફરોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ કેસની તપાસમાં વ્યસ્ત છે.

આ પહેલા 11 સપ્ટેમ્બર 2023ના રોજ પણ આસામમાં એક માર્ગ અકસ્માત થયો હતો. ડિબ્રુગઢ જિલ્લામાં થયેલા આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અને છ લોકો ઘાયલ થયા હતા. શિવસાગર જિલ્લાના કેટલાક લોકો ડિબ્રુગઢના શાંતિપાડામાં એક ફેમિલી ફંક્શનમાં ભાગ લેવા આવ્યા હતા. આ અકસ્માતમાં કાર ટ્રક સાથે અથડાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: