ગુજરાત/ રાજકોટ જિલ્લામાં પુરથી થયેલા નુકસાનની રૂ.55 લાખની સહાય ચૂકવાઈ

જેમાં માનવ મૃત્યુ સહાય પેટે રૂપિયા 24,00,000ની ચુકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પશુ મૃત્યુ, કેશ ડોલ્સ, ઘર વખરી સહાય અને મકાન સહાય પેટે રૂપિયા  31,00,000ની સહાય ચુકવવામાં આવી છે.

Gujarat Rajkot
Untitled 242 રાજકોટ જિલ્લામાં પુરથી થયેલા નુકસાનની રૂ.55 લાખની સહાય ચૂકવાઈ

રાજકોટમાં ગયા સપ્તાહમાં  ભારે વરસાદ પડ્યો હતો. જેમના લીધે લોકોને ઘણું નુકશાન થયું  હતું. અમુક જગ્યાએ તો  લોકોને ખાવા પીવાની પણ સુવિધા નહોતી મળતી. ત્યારે સરકાર  દ્વારા  જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પુરની પરિસ્થિતિમાં ભારે નુકસાન સર્જાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા આ નુકસાની બદલ રૂ. 55 લાખની સહાય ચુકવવામાં આવી હોવાનું જાહેર કર્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ લીંબડી હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

રાજકોટ જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે નદી- નાળા- ડેમો ઓવરફલો થતા પુરની સ્થિતિ નિર્માણ પામી હતી. જેના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. જેનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખુદ રાજકોટ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. તેઓના આદેશ અનુસાર જુલ વહીવટી તંત્ર દ્વારા તાકીદે સર્વેની કામગીરી શરૂ કરી દીધી હતી. આ સર્વેના આધારે  રાજકોટ જિલ્લાના રાજકોટ, લોધિકા, પડધરી, જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા  આ આઠ તાલુકામાં સહાયો ચૂકવવામાં આવી છે.

આ પણ વાંચો :આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

જેમાં માનવ મૃત્યુ સહાય પેટે રૂપિયા 24,00,000ની ચુકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પશુ મૃત્યુ, કેશ ડોલ્સ, ઘર વખરી સહાય અને મકાન સહાય પેટે રૂપિયા  31,00,000ની સહાય ચુકવવામાં આવી છે. આમ જિલ્લામાં પુરથી થયેલા નુકસાનની રૂ. 55 લાખની સહાય ચુકવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો ;દહેગામમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા, ત્રણ ફરાર