જ્યોતિષશાસ્ત્ર/ આ અઠવાડિયે ગુરુ અને મંગળ બદલશે ઘર, જાણો એપ્રિલથી જૂન સુધી લગ્નના શુભ મુહૂર્ત

23 ફેબ્રુઆરીએ ગુરુ પશ્ચિમ દિશામાં અસ્ત થઈ રહ્યો છે. જેની અસર હવામન ઉપર પણ થશે. આ દરમિયાન વરસાદ અને કરા પડવાની સંભાવના રહેશે. 27 માર્ચે ગુરુનો ઉદય થશે.

Trending Dharma & Bhakti
Untitled 71 આ અઠવાડિયે ગુરુ અને મંગળ બદલશે ઘર, જાણો એપ્રિલથી જૂન સુધી લગ્નના શુભ મુહૂર્ત

આ વર્ષની પ્રથમ લગ્ન સિઝનનું છેલ્લું શુભ મુહૂર્ત  22 ફેબ્રુઆરીએ થશે. આ પછી 23મીએ દેવ ગુરુ બૃહસ્પતિ અસ્ત કરશે. જેના કારણે આગામી બે મહિના સુધી લગ્ન નહીં થાય. ત્યારબાદ એપ્રિલથી લગ્ન મુહૂર્ત થશે. લગ્નની આગામી સિઝનમાં મે મહિનામાં 13 દિવસ અને જૂનમાં 10 દિવસ શુભ રહેશે.  23 ફેબ્રુઆરીથી 27 માર્ચ સુધી દેવ ગુરુ બૃહસ્પતિ અસ્ત રહેશે. જ્યારે ગુરુ ગ્રહ અસ્ત થાય છે, ત્યારે લગ્ન અને ગૃહપ્રવેશ સહિતના કેટલાક વિશેષ શુભ કાર્યો કરવામાં આવતા નથી. દરમિયાન હોલાષ્ટક પણ શરૂ થશે. ત્યાર બાદ મીન રાશિમાં સૂર્યના આગમન સાથે મીન રાશિનો માસ શરૂ થશે. જેના કારણે આગામી લગ્ન મુહૂર્ત 17 એપ્રિલે જ શરૂ થશે.

એપ્રિલથી શુભ લગ્ન મુહૂર્ત શરૂ થશે
એપ્રિલ: 17, 19, 20, 21, 22, 23 અને 28 – 7 દિવસ
મે: 2, 3, 9, 10, 11, 12, 13, 17, 18, 20, 25, 26 અને 31 – 13 દિવસ
જૂન: 06, 08, 11, 12, 13, 14, 15, 16, 21 અને 22 – 10 દિવસ
જુલાઈ: 3, 5, 6 અને 8

ગુરૂ અસ્ત થાય ત્યારે માંગલિક કાર્ય થતું નથી
જ્યોતિષમાં લગ્નના મુહૂર્તની ગણતરી કરતી વખતે શુક્ર અને ગુરુની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે ગુરુ અને શુક્ર ગ્રહ અસ્ત હોય ત્યારે લગ્ન અને અન્ય કેટલાક વિશેષ શુભ કાર્યક્રમો કરવામાં આવતા નથી. તેથી, આ સમય દરમિયાન લગ્નની કોઈ વિધિ ન કરવી જોઈએ.

23 ફેબ્રુઆરીએ ગુરુ પશ્ચિમ દિશામાં અસ્ત થઈ રહ્યો છે. જેની અસર હવામન ઉપર પણ થશે. આ દરમિયાન વરસાદ અને કરા પડવાની સંભાવના રહેશે. 27 માર્ચે ગુરુનો ઉદય થશે. લગભગ 32 દિવસ સુધી અસ્ત થવા દરમિયાન આ ગ્રહની શુભ અને અશુભ અસર તમામ રાશિઓ પર રહેશે. જેના કારણે મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિવાળા લોકોનો સમય સારો રહેશે. સાથે જ વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધનુ, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

ગુરુ અસ્ત થયાના બે દિવસ પછી જ મંગળ તેની રાશિ બદલી દેશે. આ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે તેના શુભ પરિણામોમાં વધારો થશે. મંગળના મકર રાશિમાં લગભગ 40 દિવસ રહેવાના કારણે ઋતુ પરિવર્તન થશે.

આ સાથે દેશની રાજકીય અને આર્થિક સ્થિતિ પર પણ તેની અસર પડશે. મંગળની શુભ અસર સિંહ, વૃશ્ચિક અને મીન રાશિ પર રહેશે. પરંતુ મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, ધનુ, મકર અને કુંભ રાશિવાળા લોકોએ સાવધાન રહેવું પડશે.