Football/ ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં મેસ્સી રડવા લાગ્યો, હાજર લોકોએ તાલીઓ પાડી આપી હિમ્મત

આર્જેન્ટિનાનાં સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સીએ સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના છોડી દીધી છે. મીડિયા સાથે આ વાત કરતા મેસ્સી અચાનક રડવા લાગ્યો હતો.

Sports
મેસ્સી

આર્જેન્ટિનાનાં સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સીએ સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના છોડી દીધી છે. મીડિયા સાથે આ વાત કરતા મેસ્સી અચાનક રડવા લાગ્યો હતો અને તેણે કહ્યું કે, મે ક્યારેય વિચાર્યું નહોતું કે આવો દિવસ આવશે, મેં ક્લબ છોડવાનો વિચાર પણ નહોતો કર્યો. મેસ્સી છેલ્લા 21 વર્ષથી બાર્સેલોના સાથે જોડાયેલો હતો. તેનો કરાર 30 જૂને સમાપ્ત થયો હતો અને ક્લબ સાથેનાં નવા કરાર પર સહમતિ થઈ શકી ન હોતી.

મેસ્સી

આ પણ વાંચો – ફૂટબોલ સ્ટાર / બાર્સેલોનાથી અલગ થયા બાદ હવે આ ક્લબ માટે રમી શકે છે Messi

લિયોનલ મેસ્સી જ્યારે વાત કરવા માટે મીડિયા સમક્ષ આવ્યો ત્યારે બાર્સેલોના સાથે જીતેલી તેની ટ્રોફી પણ રાખવામાં આવી હતી. તેણે કહ્યું, ‘ક્લબ સાથે સારો અને ખરાબ બંને સમય જોયો. પરંતુ લોકોનો પ્રેમ હંમેશા રહ્યો. મને આશા છે કે, હું પાછો આવીશ અને આ ક્લબનો ભાગ બનીશ ” લિયોનલ મેસ્સીએ કહ્યું કે, હું આ ક્લબને વિશ્વની શ્રેષ્ઠ ક્લબ બનાવવા માટે કંઈ પણ કરી શકું છું. પણ અત્યારે મારી પાસે કહેવા માટે શબ્દો નથી. મેં સેલરી 50 ટકા ઘટાડવાની ઓફર કરી હતી. પરંતુ આ વાત કોઈ માનશે નહીં.  લિયોનલ મેસ્સીએ ક્લબ છોડવાની બાબતે કહ્યું કે, જ્યારે આ થયું ત્યારે એવું લાગ્યું કે મારું લોહી ઠંડુ થઈ ગયું છે. હું ખરેખર દુઃખી હતો. તે મારા માટે હજુ પણ મુશ્કેલ છે અને હું પોતાને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તેણે કહ્યું કે, જ્યારે હું ઘરે જઈશ ત્યારે મને વધુ ખરાબ લાગશે.

લિયોનલ મેસ્સીએ કહ્યુ કે, હું 21 વર્ષથી મારા ત્રણ બાળકો સાથે આ શહેરમાં રહેતો હતો અને અહીંનાં લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે. મેસ્સીએ કહ્યું કે, હું ગયા વર્ષે જવા માંગતો હતો, પરંતુ આ વર્ષે નહીં. હું આ ક્લબ છોડવા માંગતો ન હતો. મને આ ક્લબ ગમે છે, પણ હવે મારી નવી વાર્તા શરૂ થાય છે. બાર્સેલોના ક્લબે તાજેતરમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે, બંને પક્ષોનાં પ્રયત્નો અને સંમતિ હોવા છતા આર્થિક સ્થિતિને કારણે નવો કરાર થઈ શક્યો નથી. બાર્સેલોના ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

મેસ્સી

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો જતા Team India નેે point Table માં નુકસાન

બાર્સેલોના ક્લબ પર 1.18 અબજ ડોલર (લગભગ 8,000 કરોડ રૂપિયા) નું દેવું છે. મેસ્સી 13 વર્ષની ઉંમરે બાર્સેલોના ક્લબમાં જોડાયો હતો. તેણે વર્ષ 2004 માં સિનિયર ક્લબ માટે રમવાનું શરૂ કર્યું. લિયોનલ મેસ્સીએ છેલ્લે 2017 માં 555 મિલિયન યુરો (લગભગ 4,910 કરોડ રૂપિયા) માં બાર્સેલોના સાથે કરાર કર્યો હતો. તે રમતનાં ઇતિહાસમાં સૌથી મોટો કરાર હતો. તેને એક સિઝન માટે 138 મિલિયન યુરો (આશરે 1,220 કરોડ રૂપિયા) મળતા હતા. લિયોનલ મેસ્સીએ 17 વર્ષમાં બાર્સેલોના સાથે 35 ટાઇટલ જીત્યા છે. તેણે ક્લબ માટે 778 મેચમાં રેકોર્ડ 672 ગોલ કર્યા છે. મેસ્સીએ સ્પેનિશ લીગમાં 520 મેચમાં 474 ગોલ કર્યા છે. આ સાથે એક ક્લબ સાથે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પણ તેના નામે છે. તે સૌથી વધુ છ વખત બેલેન ડી ઓર જીતનાર ખેલાડી છે. તેણે આર્જેન્ટિના માટે 76 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે.